BREAKING NEWS

૩૧ના કેજરીવાલ ગુજરાત આવશે: આપ દ્રારા કિસાન મહા પંચાયતનું આયોજન

  • October 15, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોટાદના હડદડ ગામે ખેડૂતોને કપાસના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં થયેલા તોફાન બાદ હવે પક્ષના રાષ્ટ્ર્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના કોઇ એક જિલ્લ ામાં ૩૧ ઓકટોબરે કિસાન મહાપંચાયત કાર્યક્રમમાં ભાગ લેશે.


જેમાં આપ દ્રારા રાયભરમાંથી ખેડૂતોને ઉપસ્થિત રાખવા તૈયારી શ કરવામાં આવી છે.આપના અનેક કાર્યકરો અને નેતાઓ સામે હડદડ ગામ મામલે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે ત્યારે આપના અગ્રણી રાજુ કરપડાએ જણાવ્યું છે કે તા.૧૬ ઓકટોબરે અમદાવાદના આપના કાર્યાલય ખાતે તેઓ પ્રવીણ રામ સાથે ઉપવાસ શ કરશે. પોલીસ તત્રં તેમની સામે પગલા લઇ શકે છે તેમ કહેતા તેમણે જણાવ્યું.અમારી ધરપકડ પછી પણ આંદોલન ચાલુ રહેશે.


દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર આયોજિત કૃષિ મહોત્સવમાં હાજરી આપી હતી. વસાવાએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે સરકાર ટેકાના ભાવ નક્કી કરે છે તેમ છતાં એપીએમસીમાં ખેડૂતોને ઓછા ભાવ અપાય છે.

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ખેડૂતોને અન્યાય કરતી કડદા પદ્ધતિનો આપ વિરોધ કરે છે પરંતુ તેની ઉપર સરકારમાંથી કોઇ જવાબદાર મંત્રી નિવેદન આપી રહ્યા નથી અને તેમનું સમર્થન થઇ રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે ભાજપના નેતાઓના કહેવાથી ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કરી ટિયર ગેસના શેલ છોડા હતા. સભામાં સ્થાનિક માણસો ન હતા તો પોલીસે લોકોને ઘરમાં ઘૂસીને કેમ માર્યા? એવો સવાલ પણ કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application