BREAKING NEWS

કેન્યાના હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 22 લોકોના મોત અને અનેક ઘાયલ

  • October 25, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્યાના મુખ્ય હાઇવે પર રવિવારે સવારે એક મુસાફર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ દર્દનાક દુર્ઘટનામાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.


માકુએની કાઉન્ટી કમિશનર અબ્દુલ્લાહી ખલીફે આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. રિપોર્ટ્સ મુજબ, બસમાં સવાર મુસાફરો એક અંતિમ સંસ્કારના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.


રાજધાની નૈરોબીને દરિયાકાંઠાના શહેર મોમ્બાસા સાથે જોડતા આ મુખ્ય હાઇવે પર થયેલા અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, કેન્યામાં અતિશય ઝડપ અને રસ્તાઓની ખરાબ હાલતને આ પ્રકારની મોટી દુર્ઘટનાઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે.


ત્રણ અઠવાડિયા પહેલા પણ આ જ હાઇવે પર 17 લોકોના મોત થયા હતા આ અકસ્માત બરાબર એ જ હાઇવે પર થયો છે જ્યાં માત્ર 3 અઠવાડિયા પહેલાં જ અન્ય એક માર્ગ અકસ્માતમાં 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.


​​​​​​​કેન્યાના નેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી ઓથોરિટીએ જણાવ્યું હતું કે હાઇવેનો આ ભાગ પહેલેથી જ એક ચિહ્નિત 'એક્સિડન્ટ બ્લેક સ્પોટ' (અકસ્માત સંભવિત વિસ્તાર) છે, અને ભૂતકાળમાં અહીં સુરક્ષા સુધારા માટે કેટલીક ભલામણો પણ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application