આ કેસની હકીક્ત એવી છે કે, દેવભૂમિ દવારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના મોટા માંઢાં ગામના રે.સ.નં.૩૦૦/પૈકી-૧ તથા ૩૦૦/પૈકી-૩ તેમજ રે.સ.નં.૩૪૮/પૈકી-૨ તથા રે.સ.નં.૩૧૨/પૈકી -૧ તથા ૩૨૭/પૈકી-૧ વાળી ખેતીની જમીનો પબુભાઈ ભાચકન વિગેરેના સંયુક્ત નામે રેવન્યુ રેકર્ડમાં દાખલ થયેલ છે. ત્યારબાદ પબુભાઈ ભાચકનનું તા.૨૫/૦૩/૨૦૧૯ ના રોજ અવશાન થતા તેઓના સીધીલીટીના કાયદેસરના વારસદાર દરજ્જે તેઓના પત્ની બુધીબેન પબુભાઈ ભાચકન દ્વારા હક્ક પત્રકે વારસાઈ નોંધ નં.૩૯૭૩, નોંધ નં.૩૯૭૨ તેમજ નોંધ નં.૩૯૭૪ દાખલ કરવામાં આવેલ.
પરંતુ સદરહુ ખેતીની જમીનના અન્ય શમાલિકો દ્વારા સદરહુ ત્રણેય વારસાઈ નોંધો સામે વાંધા અરજીઓ આપવામાં આવેલ જે વાંધા અરજીઓ રેકર્ડ પર લઇ પ્રાંત અધિકારીશ્રી ખંભાલીયા દ્વારા તકરારી કેસ નં૦૧/૨૦૨૫, ૦૨/૨૦૨૫ તેમજ ૦૩/૨૦૨૫ અનુક્રમે દાખલ કરી ત્રણેય વારસાઈ નોંધો સામે તકરારી કેસ દાખલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કેસોની નોટીસ અરજદારશ્રી બુધિબેનને બજતા તે તેઓના વકીલશ્રી ભાર્ગવ પી. મહેતા મારફત કોર્ટમાં હાજર થયેલ તેમજ વારસાઈ નોંધો સામે આપવામાં આવેલ અરજીનો વિગતવાર જવાબ રજુ કરવામાં આવેલ તેમજ લેખિત મૌખિક દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારના વિવિધ મહેસુલી પરિપત્રો, હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ તેમજ ભારતીય વારસા અધિનિયમમાં કરેલી જોગવાઈઓ રજુ કરી લેખિત મૌખિક દલીલો રજુ કરેલ જે દલીલો નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખી વાંધેદાર દ્વારા રજુ કરવામાં આવેલ વાંધાઓ અગ્રાહ્ય રાખી હક્ક પત્રકે પડેલ તમામ વારસાઈ નોંધો “પ્રમાણિત કરી ગામ નમુના નં.૬, ૭/૧૨ તેમજ ૮(અ)માં પબુભાઈના સીધીલીટીના વારસદાર દરજ્જે બુધીબેનનું નામ દાખલ કરવા હુકમ ફરમાવેલ છે.
ઉપરોક્ત ત્રણેય કેસોમાં પ્રતિવાદી બુધીબેન પબુભાઈ ભાચકન તરફે ભાર્ગવ પી.મહેતા એસોસિએટ્સના વિદ્વાન વકીલશ્રી ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા તથા વકીલશ્રી રામદે એન.ગઢવી અને ભારાભાઈ ગઢવીએ અરજદારને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech