ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી. રાયપુરમાં રમાઈ રહેલી વનડેમાં વિરાટ કોહલીએ 90 બોલમાં 100 રન પૂરા કર્યા. ત્રણ મેચની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીએ સતત બીજી મેચમાં સદી ફટકારી છે. બીજી મેચમાં તેણે 90 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ પહેલા રાંચીમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 120 બોલમાં 135 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે એક જ ફોર્મેટમાં 51 થી વધુ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો.
રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં વિરાટ કોહલીએ ૮૬ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૦ રન પૂરા કર્યા હતા. આ પહેલા રૂતુરાજ ગાયકવાડે પણ સદી ફટકારી હતી. ગાયકવાડે ૭૭ બોલમાં પોતાની પહેલી વનડે સદી ફટકારી હતી. ૩૮મી ઓવરના છેલ્લા બોલ પર રન લઈને વિરાટ કોહલીએ પોતાની ૫૩મી વનડે સદી ફટકારી હતી. રાયપુર વનડેમાં કોહલીએ જયસ્વાલ સાથે ૨૨ રન ઉમેર્યા હતા. તેણે સેન્ચ્યુરિયન રુતુરાજ ગાયકવાડ સાથે ત્રીજી વિકેટ માટે ૧૫૬ બોલમાં ૧૯૫ રનની ભાગીદારી પણ કરી હતી.
રવિવારે દક્ષિણ આફ્રિકા સામે કોહલીએ 120 બોલમાં 135 રન બનાવ્યા, જે 50 ઓવરના ફોર્મેટમાં તેની 52મી સદી હતી. તેની ઇનિંગથી ભારતને 17 રનથી જીત મળી. રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની સદી બાદ બેટ્સમેન વિરાટ કોહલી બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ODI બેટિંગ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.
37 વર્ષીય કોહલીના હવે 751 રેન્કિંગ પોઈન્ટ છે. તે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા (783), ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ (766) અને અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાન (764) થી પાછળ છે, જે ટોચ પર યથાવત છે. કોહલીએ ભારતના ODI કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડી દીધો છે, જે ગરદનની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર થયા બાદ પાંચમા સ્થાને સરકી ગયો છે.