રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક ટ્રેડર્સ ના શોરૂમ ઉપર સાતમા માળે આવેલ ક્રિષ્ના ફાઇનાન્સ નામની પેઢીમાં અમદાવાદની હિંમત ગોલ્ડ ફાઇનાન્સ પેઢી મારફત લીમડીના શખસે ૧૬ લાખ ની લોન લેવા ગીરવે મૂકેલું સોનુ નાણા ભરી પરત લેવા જતા અસલી સોનાના બદલે એક ગ્રામના સોનાવાળું નકલી સોનાના ઘરેણા ધાબડી છેતરપિંડી આચરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં હેડ ઓફિસના કર્મચારીએ રાજકોટ સ્થિત ક્રિષ્ના ફાઇનાન્સ ના સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ ભગવાનસિંહ બળવંતસિંહ રાજપુત જાતે રાજપુત ઉ.વ.૨૭ રહે સાધુવાસ વાણી રોડ અંજતા પાર્ક એપા. બ્લોક નં.૦૧ રાજકોટ મુળ. રહે.૨૦૮ ફુલાશેરી ધાનેરા જી.બનાસકઠા વાળા એ ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ફરિયાદી હીમંત ગોલ્ડ સેન્ટર માં આશરે પાંચ મહીનાથી નોકરી કરતા હોવાનું અને ઓફીસ માણેક ચોક અમદાવાદ ખાતે આવેલ છે જેના માલીક અભેસીંગ હેમંતસિહ રાજપુત છે જે અમદાવાદ રહે છે. પોતે રાજકોટની ઓફીસ સોની બજારમાં આવેલ ઓફિસમાં તે ઉપરાંત ચંદનસિંહ જાલમસિંહ રાજપુત તથા ગોવિદસિંહ ફોજસિહ રાજપુત સાથે કામ કરેછે.
ગઇ તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ સાથે કામ કરતા ચંદનસિંહ જાલમસિહ રાજપુત નાઓને અમા રી અમદાવાદ હેડ ઓફીસ થી ફોન આવેલ અને અમોને ચંદનસિંહ એ જણાવેલ કે, લાલજીભાઈ ખોડાભાઈ જોગરાણા રહે .લીમડી સુરેન્દ્રનગર મો. નં. ૯૮૭૯૨૧૭૦૬૧ વાળાને ૧૭૭.૮૦ ગ્રામ જેટલુ સોનુ જે ગીરવી મુકેલ છે તે સોનુ વેચાણ કરવુ છે. જેથી આ બાબતે અમારી ૩૬૫ સીઆરએમનામની એપ્લીકેશનમાં તેમની ડીટેઇલ ચંદનસિંહને આવેલ બાદ તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ આ લાલજીભાઇનો ફોન ચંદનસિંહના ફોનમાં આવેલ અને અમોએ આ સોનાના ઘરેણા વેચવા બાબતે એડ્રેસ તથા વજનની વાતચીત કરેલ હતી.
બાદ આ ચંદનસિંહ બહાર ગામ હોય જેથી ફરિયાદીએ તા.૨૬/૧૧/૨૦૨૫ નારોજ ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે બપોરના આશરે ૦૩/૦૦ વાગ્યે આ કસ્ટમર લાલજીભાઈ જોગરાણાને મળવાની વાતચીત થયેલ બાદ હું તથા ભગવાનસિંહ આ ઘરેણા લેવા ચંદનસિંહ ની સુચના મુજબ ગયેલ અને આ લાલજીભાઇ સત ત ફોનમાં ચંદનસિંહ સાથે વાતચીત કરી આ સોનાના ઘરેણા છોડાવવા બાબતેની પ્રોસીજર કરતા અને બાદ આગલા દિવસે ગોવિદસિહ રાજપુત રૂ. ૧૬,૦૦,૦૦૦/- કેશ અમારી અમદાવાદ વાળી ઓફીસે થી રૂબરૂ લઇ આવેલ હતા.
આ રૂપિયા અમારી પાસે રોકડા રાખેલ હતા. બાદ ભગવાનસિહ અને અમારા મિત્ર રામદેવભાઇ હીરાભાઇ ફાંગલીયા એમ અમો ત્રણેય જણા ""ક્રિશા ફાઈનાન્સ" કે જેની ઓફીસ ૧૫૦ ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે ટ્રેડસના શો-રૂમ ઉપર સાતમા માળે ઓફીસ નં.૭૦૩ ખાતે આવેલ છે ત્યા ઓફીસ જ્યાં લાલજીભાઇ ખોડાભાઇ જોગરાણાનો ફોન થી કોન્ટેક કરેલ અને બાદ લાલજીભાઈ તેમની વેગનઆર ગાડી લઇ આવે લ અને અમોએ આ લાલજીભાઇ સાથે ઘરેણા છોડાવવાની વાતચીત કરી હતી.
જેથી ફરિયાદી અને લાલજીભાઇ તથા ગોવિદસિંહ આ ક્રીશાફાઈના ની ઓફીસમાં ગયેલ ત્યા "ક્રિશા ફાઈનાન્સ" ના માલીક પંકજભાઈ કિશોરભાઈ વાયાને રૂબરૂ મળેલ અને અમારી સાથે આવેલ કસ્ટમર લાલજીભાઈ જોગરાણાએ તેમના ગીરવે મુકેલ ઘરેણાની અસલ પહોંચ આ પંકજભાઈને આપેલ અને થોડી વારમાં આ ગીરવે મુકેલ ઘરેણાનો હીસાબ કરી અમારી સાથે લાવેલ રોકડા રૂપિયા પૈકી ૧૫,૬૦,૦૦૦ લાલજીભાઇને આપેલ અને લાલજીભાઇએ પંકજભાઈએ આપેલ જેથી આ આ પંકજ ભાઇએ તેમના કોઇ માણસે અમોએ આપેલ રોકડા ૧૫,૬૦,૦૦૦ આપી અને કહેલ કે, લાલજીભાઈના ઘરેણા લોકર માંથી છોડાવી આવ તેમ કહેતા તેમનો માણસ રોકડા રૂપિયા લઈ ઓફીસ માંથી જતો રહેલ અને બાદ આશરે એકાદ કલાક પછી આ પંકજભાઈનો માણસ આવેલ અને એક પ્લાસ્ટીકની કોથળી ઘરેણા ભરેલ પંકજભાઈ આપેલ અને પંકજ ભાઇએ આ ઘરેણા તેમની ઓફીસમાં રહેલ નાના ઇલેક્ટ્રીક વજન કાંટા માં વજન કરતા આશરે ૧૭૭.૯૦ જેટલું થયેલ બાદ આ પંકજભાઇએ ઘરેણા કોથળીમાં ભરી લાલજીભાઈને આપેલ અને લાલજીભાઇએ આ ઘરેણાની કોથળી તેના પેન્ટના ખીસ્સામાં મુકી દીધેલ હતી.
બાદ ફરિયાદી ઓફીસ માંથી બહાર નીકળી ગયેલ બાદ નીચે આવી આ લાલજીભાઇએ આ ઘરેણા ની કોથળી તેના ખીસ્સા માંથી કાઢી મને આપી દીધેલ જેથી ત્યાજ ઘરેણા આ કોથળી માંથી કાઢી લાલજીભાઈની સામે જોતા તમામ ઘરેણા ઉપર ૨૨ કેટરના હોલ માર્ક હતો જેથી મારી પાસે રહેલ કસોટી પથ્થર ઉપર તમામ ઘરેણા વારા ફર થી ત્યા જ ઘસી જોતા આ ઘરેણા મને ખોટા જેવા લાગતા મે લાલજીભાઈને કહેલ કે, આ ઘરેણા આપણે સોની પાસે ટચ કરવવા પડશે તેમ વાત કરી હું લાલજીભાઇ મારા મોટર સાઇકલ માં તથા બીજા મોટર સાઇકલમાં ગોવિદસિહ તથા રામદે વભાઇ એમ અમો ચારેય જણા ઘરેણાનુ ટચ કઢાવવા સોની બજારમાં આવેલ પ્રીતી કોમ્યુટર ખાતે ગયેલ હતા.
જ્યાં તમામ ઘરેણા ચેક કરાવતા એક ગ્રામ સોનાના ખોટા હોવાનુ જાણવા મળેલ જેથી અમોએ આ લાલજીભાઈને વાત ક રી સોનીના ટચની ચીઠુઠ્ઠી ઓ બતાવેલ અને લાલજીભાઈને કહેલ કે, તમો તમારા ઘરેણા પાછા લઇ લો અને અમોને અમા રા રૂ. ૧૫,૬૦,૦૦૦ જે ક્રિપા ફાઈનાન્સમાં પંકજભાઈ ને આપેલ છે. તે પાછા અપાવી ધ્યો તે વાત કરી અમો બધા ક્રિષા ક્રિશા ફાઈનાન્સ" ની ઓફીસે ગયેલ ત્યા આ પંકજભાઈ હાજર ન હતા જેથી સાથેના લાલજીભાઇએ ફોન કરી પંકજભાઇ ને ફોન કરી ઓફીસે બોલાવેલ અને કહેલ કે, આ પંકજભાઈ ઓફીસે આવી જતા લાલજીભાઇએ તેમને કહેલ કે, અમારે હવે ઘરેણાની જરૂર નથી અમારા રૂપિયા પાછા આપી ધ્યો તેમ વાત કરતા આ પંકજભાઈએ કહેલ કે, હાલ મારી રૂપિયા નથી તમો કાલે બપોરે ત્રણ વાગ્યે ઓફીસે આવો હું તમારા ઘરેણા પાછા લઈ રોકડા રૂપિયા પાછા આપી દઈશ. તેમ જણવતા અ મો બધા ત્યાથી જતા રહેલ અને બાદ બીજા દીવસે બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે આ ""ક્રિશા ફાઈનાન્સ" ની ઓફી સે ગયેલ તો ઓફીસ બંધ હતી જેથી લાલજીભાઇના તેમના મોબાઇલ નંબર ૯૮૭૯૨૧૭૦૬૧ ઉપર અમોએ અવાર નવા ૨ ફોન કરતા તેમણે અમારો ફોન રીસીવ કરેલ નહી અને રૂબરૂ પણ આવેલ નહી. જે અંગે ભગવાનસિંહ રાજપુતી ક્રિષા ફાઈનાના માલિક પંકજ વાયા સામે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ એમ વી જાડેજા ચલાવી રહ્યા છે.