BREAKING NEWS

ખાંભામાં જમીનનો ઝઘડો લોહિયાળ બન્યો: ભાઈના હાથે ભાઈની હત્યા

  • June 05, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભાના કંટાળા ગામે સગ્ગા ભાઈઓ વચ્ચે ચાલતો જમીનનો ઝગડો લોહિયાળ બન્યો હતો, સગ્ગા ભાઈ સહિતના હાથે ભાઈની હત્યા નિપજાવામાં આવતા ખાંભા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ખાંભા પોલીસ દોડી ગઈ હતી અને આ બનાવમાં મૃતકની પત્નીએ બંને જેઠ, જેઠાણીઓ, તેનો પુત્ર સહીત છ વ્યકિત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હઠળ ધરી છે.
ચકચારી બનાવની વિગત મુજબ ખાંભાના કંટાળા ગામે રહેતા રાઘવભા ભગવાનભાઈ સોંદરવા (ઉ.વ.૫૨)ના આધેડ બુધવારના પત્ની ગંગાબેન અને પુત્રી આરતી સાથે વડીલોપાર્જિત વાડીએ બળતણ લેવા માટે ગયા હતા દરમિયાન તેના મોટા ભાઈ નાનજીભાઈ ગામના રમેશભાઈ કેશુભાઈ ચૌહાણને લઇ વાડીએ આવ્યા હતા અને રોટાવેટર વાડીમાં ચલાવવાનું કહેતા આધેડે રોટાવેટર ચલાવવું હોય તો પેલા વાડીમાં ભાગ પાડો પછી રોટાવેટર ચલાવજો કહેતા બંને ભાઈ વચ્ચે બોલાચાલી થઇ હતી.
દરમિયાન નાનજીભાઈ, તેનો દીકરો રાજુ, બીજા જેઠ નરશીભાઈ, ભત્રીજી લક્ષમણ મેઘાભાઈ સોંદરવા બધા ગાળાગાળી કરી પોતાના પાસે રહેલા લાકડી, ખરપિયો, કુહાડી, અને વાયર વડે જીવલેણ હત્પમલો કરી આડેધડ મારમારતા બચાવવા વચ્ચે પડેલી પત્ની ગંગાબેન અને પુત્રીને જેઠાણી કાંતુબેન નાનજીભાઇ અને ગીતાબેન નરશીભાઇએ લાકડી વડે મારમાર્યેા હતો. આધેડને ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં પડા હોય તાકીદે ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ખાંભા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતકના પત્ની ગંગાબેન ઉર્ફે મનીષાબેન સોંદરવાની ફરિયાદ પરથી નાનજી ભગવાનભાઇ સોંદરવા, રાજુ નાનજીભાઇ, નરશી નાનજીભાઇ, લખમણ મેઘાભાઇ સોંદરવા, ગીતાબેન નરશીભાઇ, કાંતુબેન નાનજીભાઈ (રહે.બધા કંટાળા તા.ખાંભા) સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application