દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત રાયભરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રાયમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવીને તત્રં દ્રારા હાથ ધરાયેલા
બચાવ અને રાહત કાર્યેાની સમીક્ષા કરી હતી. આજે રાયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના અને રેડ એલર્ટની ચેતવણીને પગલે મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લાના કલેકટરોને સંપૂર્ણ સતર્ક રહેવા સ્પષ્ટ્ર સૂચનાઓ આપી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અમદાવાદ, નવસારી અને સુરત ખાતે જર જણાયે વહીવટી તંત્રની મદદ માટે આર્મીની ૨–૨ કોલમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, જામનગર, જોધપુર, બરોડા અને પુણે ખાતે એરફોર્સના હેલિકોપ્ટરોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે જેથી જર પડે તાત્કાલિક એરલિટ કે રાહત સામગ્રી પહોંચાડી શકાય.
રાય સરકારના આગવા અને સાવચેતીપૂર્ણ આયોજનના પરિણામે પૂર કે નીચાણવાળા વિસ્તારોમાંથી સમયસર ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, યારે ફસાયેલા ૪૧ જેટલા નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યું છે.
રાયના ૨૦૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે રાયમાં મોસમનો કુલ ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ચૂકયો છે.નર્મદા ડેમમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પાણીની ભારે આવક થવાથી નર્મદા ડેમની સપાટી ૧૨૯.૮૫ મીટરે પહોંચી છે. સુરક્ષાના ભાગપે રાયમાં ૧૨ સ્ટેટ હાઇવે સહિત કુલ ૨૫૨ રોડ હાલ વાહન વ્યવહાર માટે બધં કરવામાં આવ્યા છે.આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.યારે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ભચ, અમરેલી, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ, જીએસડીએમએ ના સીઈઓ ધવલ પટેલ તેમજ રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને સ્થિતિની વિગતો રજૂ કરી હતી.