રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તે માટે જૂનાગઢના વકીલોનું કલેક્ટરને આવેદન
રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તે માટે જૂનાગઢના વકીલોનું કલેક્ટરને આવેદન
August 03, 2026 02:11 PM
રાજકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તેવી માંગ સાથે જૂનાગઢ બાર એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝુવાડીયા ના માર્ગદર્શન હેઠળ અપાયેલા આવેદનપત્રમાં વકીલોએ જણાવ્યું હતું કે કેશુભાઈની સરકાર હતી.તે સમયથી જ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને હાઈકોર્ટની બેથ મળે તેનું વચન પણ આપ્યું હતું પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી, અમદાવાદ હાઈકોર્ટમાં સોરાષ્ટ્ર કચ્છના મોટાભાગના કેસ નોંધાય છે.અરજદારો અને વકીલોના સમય અને નાણાંનો વેડફાડ ન થાય તે માટે અલગ હાઇકોર્ટની બેંચ જરૂરી છે, જેથી સોરાષ્ટ્ર કચ્છની ગુજરાત હાઇકોર્ટની બેચ રાજકોટમા ફાળવવાની માંગ સાથે જૂનાગઢ બાર એસોસિયેશનના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.