BREAKING NEWS

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો સફળતાપૂર્વક પાંજરે પૂરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ફરી ખુલ્લો કરાયો

  • September 04, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળતાં સ્થાનિક તંત્ર અને પ્રવાસીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કિલ્લામાં પ્રવેશ બંધ રાખીને ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની અનુભવી ટીમ, શાર્પ શૂટર્સ અને ટ્રેકર્સ દ્વારા કિલ્લાના અટપટા ભૌગોલિક વિસ્તારમાં સતત મોનિટરિંગ અને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

વન વિભાગની ટીમે કિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પાંજરાં ગોઠવીને અને યોગ્ય માસ પૂરું પાડીને દીપડાને સલામત રીતે પકડવાની રણનીતિ બનાવી હતી. કલાકોની સખત મહેનત અને વ્યૂહાત્મક આયોજનના પરિણામે, વન વિભાગની ટીમે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક પાંજરે પૂરી લીધો હતો. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ દીપડાનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ છે.
દીપડો પકડાતા જ પ્રશાસન અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવતાં અને સુરક્ષાની ખાતરી મળતાં ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી દરમિયાન વન વિભાગે માનવ સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન જાળવ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા નિશ્ચિત કરવાની સાથે વન્યજીવનનું જતન પણ તેટલું જ મહત્વપૂર્ણ છે, તે વાત વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરી પરથી ફરી એકવાર સાબિત થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application