જામનગર : આંગણવાડી હેલ્પર વર્કર બહેનોનાં પડતર પ્રશ્ર્નો અંગે કલેકટરને આવેદનપત્ર
જામનગર : આંગણવાડી હેલ્પર વર્કર બહેનોનાં પડતર પ્રશ્ર્નો અંગે કલેકટરને આવેદનપત્ર
February 13, 2026 01:22 PM
જામનગર જિલ્લાની ૪૦૦ જેટલી આંગણવાડી બહેનોએ પોતાના વિવિધ પ્રશ્ર્નોની સામુહિક રીતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને લાંબા સમયથી પ્રશ્ર્નો અણઉકેલ છે તે ઉકેલવા પણ માંગણી કરી હતી.
ગઇકાલે જામનગર જિલ્લાની ૪૦૦ જેટલી આંગણવાડી કર્મચારી બહેનોએ રાજયનાં આંગણવાડી કર્મચારી સંગઠનનાં નેજા હેઠળ કલેકટર કચેરીએ પહોંચી ધરણા કર્યા હતા અને ત્યારબાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા બહેનો માટે જે પગાર વધારો કરવામાં આવ્યો છે જેમાં હેલ્પર બહેનો માટે ૨૦૪૦૦ અને વર્કર બહેનો માટે ૨૪૮૦૦ પગાર નક્કી થયો હતો. પરંતુ હજુ સુધી આ પગાર અપાયો નથી છતાં પણ અમે કામ કરતા રહીએ છીએ.
આ ઉપરાંત સરકાર દ્વારા આંગણવાડી બહેનોને સ્માર્ટ ફોન આપવાની વાત કરવામાં આવી હતી કારણકે હાલ તો સ્માર્ટ ફોનમાં જ મોટા ભાગનું કામ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી સ્માર્ટ ફોન અપાયા નથી. તેમજ જામનગર જિલ્લા અને શહેરનાં આંગણવાડી હેલ્પર અને વર્કર બહેનોને સરકારની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને બાળકોને લગતી મહિલાઓને લગતી, યોજનાઓ પહોંચાડે છે. અને પોષણક્ષમ આહાર તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપે છે.
દર મહિનાના ૪ મંગળવારે સગર્ભા માતાઓને માર્ગદર્શન, પોષણ મેળવતા બાળકને વજનનો ચાર્ટ મેન્ટેન કરીને સીસ્ટમમાં અપલોડ કરવા, બાળકોને પ્રથમ વખત અનાજ મોંમા આપવાની અન્નપ્રાશન યોજના તેમજ પછીના મંગળવારે પુર્ણ દિવસે તમામ બાબતોનાં ફોલોઅપ અને ચેકઅપ કરવાની માંગણી આ બહેનો નિભાવે છે. તેઓની પગાર વધારાની માંગણીનો પ્રશ્ર્ન લાંબા સમયથી અણઉકેલ છે.
આમ ગઇકાલે કલેકટર કચેરીએ આંગણવાડી બહેનોએ ધરણા કર્યા હતા અને ત્યારબાદ આવેદનપત્ર આપ્યું હતું.