BREAKING NEWS

મુંબઈમાં મેકડોનાલ્ડસ સહિત ૧૩ના લાઇસન્સ સસ્પેન્ડ

  • August 22, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્ર ફડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ નારોગ્ય સાથે ચેડા કરી રહેલા ૧૩ ફડ આઉટલેટસના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે, જેમાં બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો કલબ અને દક્ષિણ મુંબઈમાં મેકડોનાલ્ડસ આઉટલેટનો સમાવેશ થાય છે, ખાધ સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોના ઉલ્લંઘનના આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આઈએએસ અધિકારી તુકારામ મુંધેએ મે મહિનામાં મહારાષ્ટ્ર્ર ફડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી, મહારાષ્ટ્ર્ર ફડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાધ સુરક્ષા અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર,મહારાષ્ટ્ર્ર ફડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ તેના તાજેતરના ખાસ અભિયાન દરમિયાન રાયભરમાં કુલ ૮૯ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોનું ચેકિંગ કયુ હતું.
આમાંથી, ૭૧ ફડ સ્થાપનાઓને સુધારણા સૂચનાઓ જારી કરવામાં આવી હતી, યારે ૧૩ સ્થાપનાઓના ફડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નિવેદન અનુસાર, ૧૯ ઓગસ્ટના રોજ ફરીથી ચેકિંગ દરમિયાન, રેડિયો કલબમાં ખાધ સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોને લગતા ૪૭ ટકા ઉલ્લંઘનો મળી આવ્યા હતા. એફડીએએ કલબને સસ્પેન્શન સમયગાળા દરમિયાન ખાધ ચીજોની ખરીદી, વેચાણ અને વિતરણ બધં કરવાનો નિર્દેશ આપ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application