BREAKING NEWS

8.39 કરોડ રૂપિયામાં વેચાયું ટાઇટેનિક દુર્ઘટનામાં બચેલા યાત્રીનું લાઇફ જેકેટ

  • April 20, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌથી વધુ ચર્ચિત દરિયાઈ દુર્ઘટનાઓમાંથી એક, ટાઇટેનિક ફરી હેડલાઇન્સમાં છે. ૧૯૧૨માં એટલાન્ટિક મહાસાગરમાં હિમશિલા સાથે અથડાયા બાદ જહાજ ડૂબી જવાથી બચી ગયેલી એક મહિલા મુસાફરનું લાઇફ જેકેટ શનિવારે હરાજીમાં ૬.૭ લાખ પાઉન્ડ (લગભગ ૮.૩૯ કરોડ રૂપિયા)માં વેચાયું હતું. આ જેકેટ ફર્સ્ટ-ક્લાસ પેસેન્જર લૌરા મેબેલ ફ્રાન્કાટેલી દ્વારા પહેરવામાં આવ્યું હતું અને તેના પર લાઇફબોટમાં તેની સાથે રહેલા અન્ય બચી ગયેલા લોકોના હસ્તાક્ષર છે. એક અનામી બોલી લગાવનાર વ્યક્તિએ તેને અપેક્ષા કરતાં ઘણી વધુ કિંમતે ખરીદ્યું હતું. 


પશ્ચિમ ઈંગ્લેન્ડના ડેવિઝમાં હેનરી એલ્ડ્રિજ એન્ડ સનની હરાજીમાં આ સૌથી આકર્ષક વસ્તુ હતી. આ જ હરાજીમાં, ટાઇટેનિકની લાઇફબોટમાંથી એક સીટ કુશન પણ 3.9 લાખ પાઉન્ડમાં વેચાયું હતું, જેને અમેરિકાના ટેનેસી અને મિઝોરીમાં ટાઇટેનિક મ્યુઝિયમના માલિકોએ ખરીદ્યું હતું. 1912માં તેની પ્રથમ સફર પર, ટાઇટેનિક ન્યૂફાઉન્ડલેન્ડ નજીક એક હિમશિલા સાથે અથડાયા પછી થોડા કલાકોમાં જ સમુદ્રમાં ડૂબી ગયું. આ અકસ્માતમાં લગભગ 1500 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 1912માં પોતાની પ્રથમ સફર દરમિયાન ટાઇટેનિક ન્યૂફાઉન્ડલેન્ડ નજીક હિમશિલા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અંદાજે 1500 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફ્રાન્કાટેલી જે લાઇફબોટમાં સવાર હતી, તેની ક્ષમતા 40 લોકોની હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં માત્ર 12 લોકો જ સવાર હતા. થીજી ગયેલા પાણીમાં મદદ માટે પોકારતા અન્ય મુસાફરોને બચાવવામાં આવેલી આ નિષ્ફળતા અને ભેદભાવ આજે પણ ઇતિહાસમાં એક મોટા વિવાદ અને ચર્ચાનો વિષય રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application