હાઈકોર્ટનો અનબ્લોક કરવાનો આદેશ, સાથે નિર્દેશ કર્યેા કે સરકારને કોઈ વાંધો નથી તો એકાઉન્ટ પ્રતિબંધિત શા માટે?
સોશિયલ મીડિયા પર લોકપ્રિય કોકરોચ જનતા પાર્ટી નું એકસ એકાઉન્ટ ટૂંક સમયમાં પુન:સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કોઈ વાંધો ન વ્યકત કર્યા બાદ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એકાઉન્ટને અનબ્લોક કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે યારે સરકાર પોતે વાંધો ઉઠાવી રહી નથી, ત્યારે એકાઉન્ટ પુન:સ્થાપિત કરવું જોઈએ.
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટમાં સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમજાવ્યું કે નીટ પરીક્ષાઓ યોજાવાની હતી ત્યારે એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. સરકારને ડર હતો કે તેના પરની કેટલીક પોસ્ટ લાખો વિધાર્થીઓ અને તેમના વાલીઓ વચ્ચે મૂંઝવણ અને ગભરાટ ફેલાવી શકે છે.
તેમણે જણાવ્યું કે પરીક્ષાઓ હવે પૂરી થઈ ગઈ છે અને સરકારને એકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં કોઈ વાંધો નથી. આ પછી, કોર્ટે એકાઉન્ટને તાત્કાલિક અનબ્લોક કરવાનો આદેશ આપ્યો.
નોંધનીય છે કે સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્ર સરકારના બ્લોક કરવાના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યેા હતો.રાષ્ટ્ર્રીય સુરક્ષાનો હવાલો આપતા, સરકારે એકસને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ, ૨૦૦૦ ની કલમ ૬૯અ હેઠળ એકાઉન્ટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો.જે તે સમયે લેવામાં આવેલો આ નિર્ણય ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટ પર આધારિત હોવાનું કહેવાય છે.
આ જૂથ બેરોજગારી, સંસ્થાકીય જવાબદારી, મીડિયા સ્વતંત્રતા અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર વ્યંગાત્મક ટિપ્પણીઓ કરે છે.હાલમાં તે નીટ અને અન્ય પરીક્ષાના પેપર લીક અંગે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application