ઉના તાલુકાના ડમાસા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ બિજલ ભાઈ પામક તેમની પત્ની એક દીકરી અને એક દીકરાના પરિવારમાં સાંજે ૭–૩૦ વાગે તેમની પત્ની સવિતાબેન અને ચાર વર્ષ ની દીકરી હેમાક્ષી ઓસરીમાં બેઠા હતા અને નાનો દીકરો વિશાલને તાવ આવ્યો હતો તેથી તેમને દવા પીવડાવી અને રસોડામાં રસોઈ બનાવવા માટે ગયા હતા ત્યારે હેમાક્ષી ઓસરીમાં બેઠી હતી ત્યારે એક સિંહ શિકારની લાલચમાં ફળિયામાં આવી ઓસરીમાં બેઠેલ હેમાક્ષીને જીવલેણ હત્પમલો કરી મોઢામાં દબોચી લઈ નાસવા લાગતા માતાની નજર પડતા હેબતાઈ ગઈ હતી અને રાડારાડી કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં સુધીમાં સિંહ ઘરથી ૫૦૦ મીટર દૂર બાજરા ના ઊભા પાકમાં ઘૂસી ગયો હતો લોકોએ હાકલા પડકારા કરતા સિંહ એ દીકરીને મૂકી નાસી ગયો હતો. લોકો એ જોતા દીકરી હેમાક્ષી મૃત હાલતમાં પડી હતી. આ અંગે લોકો એ ગીર પૂર્વ વન વિભાગ ની જસાધાર રેન્જની કચેરીએ જાણ કરતા આર.એફ.ઓ. કે.સી. ચૌહાણ અને ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણિયા ટીમ સાથે પહોંચી ગયા હતા. અને નાયબ વન સંરક્ષક વિકાસભાઈ યાદવ અને મદદનીશ વન સંરક્ષક કપિલ ભાઈ ભાટિયાના માર્ગ દર્શન હેઠળ વન વિભાગે ડમાસા ગામની સીમ માં જુદી જુદી ટીમ બનાવી સિંહનું લોકેશન રાત્રિના શોધતા બાજરાના પાકની અંદર ચાર કલાકની જહેમત બાદ મળી આવતા વન વિભાગ ના વેટરનરી ડોકટર પિયુષ ભાઈ માળવી ના સહકાર થી સિંહને બેભાન થવાનું ઇન્જેકશન મારી બેભાન કરી પાંજરે પૂર્યેા હતો. અને માનવ ભક્ષી સિંહ પાંજરે પુરાતા ગામ ના લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. આ સિંહ ને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે તપાસ માટે લઈ જવામાં આવ્યો છે.