દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.એસ.સાંકળીયાની રાહબરીમાં ટીમે મોટા દડવા ગામથી કાનપર જવાના રસ્તે આવેલી ધાર પાસે સોમાભાઇ રાઠોડની વાડીએ દરોડો પાડતા અહીં ઓરડીમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઓરડીમાં અલગ અલગ બ્રાન્ડનો ૨૧૫ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે અહીં વાડી ભાગમાં વાવવા રાખનાર મહેન્દ્ર બાવાભાઇ સોલંકી(ઉ.વ ૩૭) અને લાખા ઉર્ફે લાલો ગોવિંદભાઇ મકવાણા(ઉ.વ ૩૩ રહે.બંને મોટા દડવા) ને ઝડપી લીધા હતાં.
પોલીસે આ બંને શખસોની પુછતાછ કરતા દારૂનો આ જથ્થો મોટા દડવા ગામે જ રહેતા જીજ્ઞેશપરી બળવંતપરી ગોસાઇએ સાચવવા આપ્યો હોવાની કબુલાત આપી હતી.જેથી પોલીસે રૂ.૧.૩૨ લાખનો કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કરી મોટા દડવાના જીજ્ઞેશપરીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech