ગુજરાતના નવા મંત્રીમંડળની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જેમાં 9 જૂના મંત્રીઓનું પત્તુ કપાય ગયું છે. રાજ્ય મંત્રીમંડળનું કદ વધીને 26નું થયું છે. હવે મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ સરકાર ચલાવશે. બીજી તરફ સૌરાષ્ટ્રમાંથી 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં બે મંત્રી કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 7 મંત્રીઓ તરીકે નવા ચહેરા પર કળશ ઢોળવામાં આવ્યો છે.