રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા તેના બેન્ચમાર્ક પોલિસી રેટમાં વધારો કર્યાના થોડા કલાકો બાદ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંક સહિતની મુખ્ય ધિરાણકર્તા સંસ્થાઓએ તેમના ધિરાણ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી લોન લેનારાઓ માટે લોન મોંઘી બની છે.
મધ્યસ્થ બેંકે સાતમી ઓકટોબરના રોજ તેના મુખ્ય રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને ૫.૫૦ ટકા કર્યેા છે. જે લગભગ ચાર વર્ષમાં વ્યાજદરમાં થયેલો પ્રથમ વધારો છે. આરબીઆઈએ એવો સંકેત પણ આપ્યો કે વ્યાજદરમાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે વધતો જતો ફુગાવો અને સ્થાનિક ચલણના મૂલ્યમાં થતો ઘટાડો નીતિગત વલણમાં ફેરફાર કરવા માટે જવાબદાર પરિબળો બન્યા છે.
આ નિર્ણય છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી દ્રારા લેવામાં આવ્યો હતો, જેણે રેપો રેટમાં વધારો કરવા માટે સર્વસંમતિથી મતદાન કયુ હતું. ડિસેમ્બર ૨૦૨૪માં ગવર્નર સંજય મલ્હોત્રાએ પદ સંભાળ્યા બાદ તેમના કાર્યકાળ દરમિયાન વ્યાજ દરમાં થયેલો આ પ્રથમ વધારો છે. જોકે બજારના સહભાગીઓને વ્યાજ દરમાં વધારાની વ્યાપક અપેક્ષા હતી, તેમ છતાં મધ્યસ્થ બેંકે પોતાની નીતિગત સ્થિતિ બદલીને 'કેલિબ્રેટેડ ટાઈટનિંગ' (નિયંત્રિત કડકાઈ) અપનાવીને નિરીક્ષકોને ચોંકાવી દીધા હતા; આ પગલાથી નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા લગભગ સમા થઈ ગઈ છે. પંજાબ નેશનલ બેંકે એક નિયમનકારી
ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ દ્રારા રેપો રેટમાં કરવામાં આવેલા વધારાને પગલે, તેણે આઠમી ઓકટોબરથી અમલમાં આવે તે રીતે તેના 'રેપો લિંકડ લેન્ડિંગ રેટ' (આરએલએલઆર)ને ૮.૧૦ ટકા (જેમાં ૦.૩૫ટકા બીએસપીનો સમાવેશ થાય છે)થી વધારીને ૮.૩૫ ટકા કર્યેા છે. જોકે, પીએનબીએ સ્પષ્ટ્ર કયુ હતું કે તેના 'માર્જિનલ કોસ્ટ ઓફ ફંડસ બેડ લેન્ડિંગ રેટ' (એમસીએલઆર) અને 'બેઝ રેટ'માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બેંક ઓફ બરોડા (બીઓબી)એ તેના રેપો–આધારિત ધિરાણ દર (આરબીએલઆર)માં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યેા છે, જેનાથી તે ૭.૯૦ ટકાથી વધીને ૮.૧૫ ટકા થયો છે. તેવી જ રીતે, ચેન્નાઈ સ્થિત ઈન્ડિયન બેંકે પણ તેના રેપો–લિંકડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (આરબીએલઆર)ને ૭.૯૫ ટકાથી વધારીને ૮.૨૦ ટકા કર્યેા છે, જેનો અમલ આઠમી ઓકટોબરથી થયો છે.
બેંક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ) અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક (આઈઓબી) બંનેએ આઠમી ઓકટોબરથી અમલમાં આવે તે રીતે તેમના આરબીએલઆર (રેપો લિંકડ લેન્ડિંગ રેટ)માં વધારો કરીને તેને ૮.૩૫ ટકા કર્યેા છે. બીઓઆઈએ એક નિયમનકારી સૂચનામાં આ ફેરફારની પુષ્ટ્રિ કરી હતી અને તેનું કારણ મધ્યસ્થ બેંક દ્રારા નીતિગત દરમાં કરવામાં આવેલો વધારો દર્શાવ્યો હતો