BREAKING NEWS

લોધિકા હેલ્થ સેન્ટરના કર્મચારીનું સાથી મહિલા કર્મી પર વારંવાર દુષ્કર્મ, પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા

  • January 17, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધીકા પંથકમાં આવેલા ગામમાં હેલ્થ સેન્ટરના કર્મચારી રાજકોટમાં રહેતા પરિણીત શખસે અહીં હેલ્થ સેન્ટરમાં જ ફરજ બજાવનાર મહિલા કર્મચારીને પ્રેમજાળમાં ફસાવી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મહિલાએ સંબંધ રાખવાની ના પાડી દીધી હોવા છતાં આરોપી બળજબરથી સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોય અંતે આ અંગે મહિલા કર્મચારીએ લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી લલિત રાઠોડ નામના કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લોધીકા પંથકમાં આવેલા હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવનાર પરિણીતાએ લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં હેલ્થ સેન્ટરમાં તેની સાથે ફરજ બજાવનાર લલિત માનસિંગ રાઠોડ (40 રહે રાજકોટ) નામના પરિણીત શખસનું નામ આપ્યું છે.


ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે અને આરોપી સાથે કામ કરતા હોય જેથી બંને વચ્ચે પરિચય થયો હતો બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં પરિણીતાએ શરીર સંબંધ બાંધવાનો ઇનકાર કરી દેતા આરોપી દબાણ કરી બળજબરીપૂર્વક વારંવાર તેના પર દુષ્કર્મમાં આચર્યું હતું. આરોપીના આ ત્રાસથી અંતે કંટાળી જઇ આ અંગે પરિણીતાએ પરિવારજનોને વાત કર્યા બાદ આ મામલે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ લોધીકા પોલીસ મથકના પીઆઇ યુ.આર. ડામોર ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application