BREAKING NEWS

જુગ જુગ જીવો નરેન્દ્રભાઈ: ગુજરાતમાં ૮૮ લાખ દીવડા દ્વારા આશીર્વાદ

  • September 17, 2026 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ હોવાથી ગુજરાતમાં એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૭ ઓક્ટોબર સુધી રાજ્યભરમાં વિવિધ સેવા, જનસંપર્ક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનના ભાગરૂપે રાજ્યના વિવિધ શહેરો અને વિસ્તારોમાં વિશાળ જનભાગીદારી સાથે કાર્યક્રમો યોજાશે.કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી સુધીની ‘સેવા યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 400 બાઈકર્સની સેવાયાત્રા લઈને વારાણસી પહોંચશે, વડનગર થી પ્રારંભ થયેલી આ બાઈક યાત્રા ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓમાંથી પસાર થશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના કાંકરિયા ખાતે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી અભિયાનમાં જોડાશે. વડાપ્રધાન મોદીના જન્મદિને ગુજરાતમાં સેવા પ્રવૃત્તિઓને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૮,૫૦૦ સ્થળોએ આશરે ૮૮ લાખ દીવડા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૨૦ લાખથી વધુ લોકોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક આગેવાનો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. સુરતમાં પ્રદેશ ભાજપના આગેવાનો અને મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application