તન્ના સ્કૂલ ખાતે વિઘ્ન હર્તા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી
તન્ના સ્કૂલ ખાતે વિઘ્ન હર્તા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી
September 15, 2026 09:52 AM
ગોંડલ : પ્રતિ વર્ષ માફક આ વર્ષે પણ અત્રે ના ગુંદાળા રોડ પર આવેલ તન્ના સ્કૂલ પરિવાર દ્વારા વાજતે ગાજતે તન્ના સ્કૂલ કા રાજા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી હતી. મોટી સંખ્યા માં શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ટ્રેડિશનલ પહેરવેશ ધારણ કરી ગણેશજી ની સ્થાપના સાથે મન મૂકી જુમી ઉઠ્યા હતા. તેમજ શાળા પરિવાર દ્વારા મહા આરતી અને ભગવાન ગણેશજી દરેકના દુઃખ દૂર કરે અને સૌનું મંગલ થાય તેવા શુભ હેતુ થાય તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સંસ્થા ના ચેરમેન મધુસુદન એમ. તન્ના ના માર્ગદર્શન હેઠળ દર્શના મેમ, જીત તન્ના, ડો. રાજ્વીમેમ અને પ્રિન્સીપાલશ્રી ડો.એસ.કે. મહારાણા તેમજ શાળા ના શૈક્ષણિક સ્ટાફ ઉત્સાહ પૂર્વક જોડાયો