BREAKING NEWS

રાજકોટમાં આ માર્ગો પર લારી ગલ્લા ધારકો, પાથરણાવાળા ઉભા રહી શકશે નહીં: જુઓ લીસ્ટ

  • August 20, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર અને પરા બજાર સહિતના ૨૪ મુખ્ય માર્ગોને હોકર્સ ફ્રી બનાવવાની અરજન્ટ બિઝનેસ નીતિવિષયક દરખાસ્ત મેયર ડો.નેહલ શુક્લ દ્વારા રજૂ કરાઇ હતી જે સર્વાનુમતે મંજૂર કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.


આજે જનરલ બોર્ડ મિટિંગમાં થયેલા ઠરાવમાં દર્શાવેલા ૨૪ મુખ્ય માર્ગો ઉપર કોઇ પણ પ્રકારના હોકર્સને ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તદ્ઉપરાંત આ માર્ગો ઉપર જો અગાઉથી કોઇ હોકર્સ ઝોન આવેલ હોય તો આગામી ત્રણ મહિનામાં તે હોકર્સ ઝોનને નજીકના ઉપલબ્ધ પ્લોટમાં ફેરવવાના રહેશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ પણ ઠરાવમાં કરાયો છે.


આ સંદર્ભે વિશેષમાં ઠરાવના અંતમાં જણાવ્યા મુજબ, માર્કેટ સમિતિ ઠરાવ અન્વયે અરજન્ટ બિઝનેશ તરિકે સામાન્ય સભામાં રજુ કરવામાં આવેલ હોકર્સ ઝોન પોલિસી અને હોકર્સ અંગેની અન્ય નીતિવિષયક બાબતોને આજની આ સામાન્ય સભા ડ્રાફ્ટ તરીકે પ્રાથમિક તબક્કે મંજુર કરે છે. આ નીતિવિષયક બાબતોમાં હજુ જરૂરી સુધારા વધારા થઇ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરે અખબારમાં જાહેરાત સહિતના માધ્યમો મારફતે જરૂરી સુચનો મગાવી, જરૂરી સુધારા વધારા સાથે, માર્કેટ સમિતિ મારફત આગામી સામાન્ય સભામાં નિર્ણય અર્થે રજુ કરવાનું ઠરાવવામાં આવે છે.


આ માર્ગો ઉપર ફેરિયા ઊભા રહી શકશે નહીં

૧.યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી યુનિવર્સિટી ગેઇટ સુધી)

૨.રૈયા રોડ (કિશાનપરા ચોક થી સાધુ વાસવાણી રોડ સુધી)

૩.નાના મવા મેઈન રોડ (લક્ષ્મીનગર નાલાથી મોકાજી સર્કલ સુધી)

૪.પુષ્કરધામ મેઈન રોડ (યુનિવર્સિટી રોડથી કાલાવડ રોડ સુધી)

૫.નાણાવટી ચોકથી મીરાનગર મેઈન રોડ

૬.સાધુ વાસવાણી રોડ(યુનિવર્સિટી રોડ થી રૈયા રોડ સુધી)

૭.સોનીબજાર રોડ

૮.ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ,ઘી કાંટા રોડ

૯.પરાબજાર રોડ

૧૦.કેનાલ રોડ(લોધાવાડ ચોક થી જિલ્લા ગાર્ડન સુધી)

૧૧.ડૉ.યાજ્ઞિક રોડ (ત્રિકોણબાગથી જિલ્લા પંચાયત ચોક સુધી)

૧૨.જંકશન સ્ટેશનવાળો રોડ (હોસ્પિટલ ચોક બ્રિજથી પોપટપરા નાલા સુધી)

૧૩.ગુંદાવાડી મેઈન રોડ

૧૪. ઢેબરભાઇ રોડ(ત્રિકોણ બાગથી પી.ડી.એમ ફાટક સુધી)

૧૫.કસ્તુરબા રોડ (જ્યુબીલીથી બહુમાળી ભવન ચોક સુધી)

૧૬.કુવાડવા રોડ(હોસ્પીટલ ચોક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી)

૧૭. પેડક રોડ (ભાવનગર રોડ થી પેડોક સુધી)

૧૮. સંત કબીર રોડ(ભાવનગર રોડથી માર્કેટીંગ યાર્ડ સુધી)

૧૯. કોઠારીયા રોડ(માનવ આશ્રમ થી રણુજા મંદિર સુધી)

૨૦. આડો પેડક રોડ(ગોધેશ્વર મંદિર થી સંત કબીર નાલા સુધી)

૨૧. કોઠારીયા સોલ્વન્ટ રોડ (માલધારી ફાટકથી દરગાહ સુધી)

૨૨.અમીન માર્ગ(રેલ્વે ટ્રેકથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રોડ સુધી)

૨૩.અક્ષર માર્ગ(કાલાવડ રોડથી નાના મવા રોડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application