BREAKING NEWS

MI vs PBKS: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, રોહિત શર્મા 2 મેચ માટે બહાર; પંજાબ સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ લીધો ચોંકાવનારો નિર્ણય, યુવા ઓલરાઉન્ડરનું ડેબ્યુ

  • April 16, 2026 08:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી સીઝનની પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની છેલ્લી મેચમાં બેટિંગ દરમિયાન રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે રોહિત માત્ર 13 બોલ રમીને રિટાયર થઈ ગયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ દરમિયાન પુષ્ટિ કરી કે રોહિત ઓછામાં ઓછી બે મેચ રમી શકશે નહીં.


રોહિત શર્મા ક્યારે વાપસી કરશે?
હાર્દિક પંડ્યાના જણાવ્યા અનુસાર રોહિત શર્મા પંજાબ કિંગ્સ સામેની આજની મેચમાં તો ઉપલબ્ધ નથી જ, પરંતુ 20 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાનારી મેચમાં પણ તે રમી શકશે નહીં. રોહિતની વાપસી હવે તેના આગામી ફિટનેસ ટેસ્ટના રિપોર્ટ પર નિર્ભર રહેશે. મુંબઈ માટે આ ચિંતાનો વિષય છે કારણ કે ટીમ પહેલેથી જ પોઈન્ટ ટેબલમાં સંઘર્ષ કરી રહી છે.


નવા ખેલાડીની એન્ટ્રી
રોહિત શર્મા અને મિશેલ સેન્ટનરની ગેરહાજરીમાં મુંબઈએ પ્લેઈંગ-11 માં મોટા ફેરફાર કર્યા છે. દિલ્હીના 26 વર્ષીય બેટિંગ ઓલરાઉન્ડર મયંક રાવતને આજે ડેબ્યુ કરવાની તક મળી છે. મયંક રાવતે દિલ્હી પ્રીમિયર લીગની ફાઈનલમાં સતત 5 સિક્સર ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. મુંબઈએ તેને 30 લાખની બેઝ પ્રાઈઝ પર હરાજીમાં ખરીદ્યો હતો. ટીમમાં અનુભવી ઓપનર ક્વિન્ટન ડીકોકની વાપસી થઈ છે, જે રોહિતની ગેરહાજરીમાં ઈનિંગની શરૂઆત કરશે.


બંને ટીમોની આજની પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શેરફેન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.

પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application