રાજકોટ આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગમાં આગામી ચૂંટણીને લઈને એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે ધારાસભ્યો અને સાંસદો મનપા, પાલિકા કે પંચાયતોની ટિકિટ માટે કોઈ પણ પ્રકારની ભલામણો કરવી નહીં.
વિશ્વકર્માએ શહેર અને જિલ્લા પ્રમુખોને એવો સ્પષ્ટ આદેશ કર્યો હતો કે આજે મેં સૂચના આપ્યા પછી પણ જો કોઈ દુરાગ્રહ રાખે તો પ્રમુખે સીધો જ મને ફોન કરવાનો અને કોણ કોના માટે ભલામણ કરી રહ્યું છે તેની તુરંત જાણ કરવાની રહેશે.
મારો ઇ સારો નહીં, સારો ઇ મારો: રાજકોટ ખાતેથી ભાજપને સૂત્ર આપતા પ્રદેશ અધ્યક્ષ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે રાજકોટ ખાતે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મારો ઇ સારો નહીં, સારો ઇ મારો એ ભાજપનું સૂત્ર છે. આજથી આ સૂત્ર પૂરા ગુજરાતમાં પ્રચલિત કરવા તેમણે ઉપસ્થિતોને આદેશ કર્યો હતો.