BREAKING NEWS

માઘ મેળો-2026: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ

  • January 06, 2026 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવેનો મહત્વનો નિર્ણય 

​રાજકોટ: માઘ મેળો-2026 ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાડી સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું અસ્થાયી સ્ટોપેજ (Temporary Halt) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 સ્ટોપેજની વિગતો : 

​ગાડી સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 23:23 કલાકે અને પ્રસ્થાન સમય રાત્રે 23:25 કલાકે રહેશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને 20 ફેબ્રુઆરી, 2026 સુધી પ્રભાવી રહેશે. 

આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ, કોચની વિગત અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application