BREAKING NEWS

IFJD દ્વારા યોજાયો જાજરમાન રોયલ વિવ્સ ફેશન શો, એકથી એક ચડિયાતા રોયલ લુક કોસ્યુમ સાથે ગર્લ્સે કર્યું રેમ્પ વોક

  • December 22, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગઈકાલે સરાઝા હોટલ ખાતે રાજકોટની ટોચની ફેશન ડીઝાઈન સંસ્થા આઈએફજેડી દ્વારા જાજરમાન અને ભવ્ય ફેશન શો યોજાયો હતો. આ ફેશન શોને રોયલ વિવ્સ ફેશન શો નામ આપવામાં આવ્યું હતું. જેમાં એકથી એક ચડિયાતા રોયલ લુક કોસ્યુમને દેશની ટોચની મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.


આ ભવ્ય ફેશન શોમાં આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી તેમજ મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણીએ પરિવાર સાથે હાજરી આપી હતી. તેમણે આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા, ડિઝાઇનર્સની પ્રતિભા અને મોડેલ્સની પ્રસ્તુતિની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. આ ભવ્ય ફેશન-શોમાં અનિલભાઈ જેઠાણીના દીકરી જન્નત જેઠાણીએ પણ ભાગ લીધો હતો અને પરીના પરિધાનમાં જન્નતે રેમ્પ વોક કરી ફેશન-શોમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.


મીડિયા, ફેશન જગતના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોની મોટી હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી. રાજકોટની નંબર વન ફેશન ડીઝાઈન ઇન્સ્ટીટ્યુટ તરીકે ઓળખ ધરાવતા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગ દ્વારા આયોજિત આ ફેશન શોમાં રાજકોટના ઇતિહાસનો સૌથી ભવ્ય એલઈડી સેટ પણ ઉભો કરવામાં આવ્યો હતો.


ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગના સીઈઓ બોસ્કી નથવાણી અને સેન્ટર હેડ રાકેશ નથવાણીએ જણાવ્યું હતું કે આ ફેશન શોમાં કુલ 8 સિક્વન્સ રજુ કરવામાં આવી હતી. જેમાં 50 થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર થયેલા અદ્ધભૂત કોસ્ચ્યુમ રજુ કરવામાં આવ્યા હતા. જે જોઈને દર્શકો પણ દંગ રહી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓને પોતાની કલા અને ક્રિયેટીવીટી બહાર લાવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો. જેમાં સિબોરી,અજરખ, કચ્છ સ્ટાઇલ અને બાંધણી ટાઈપના રોયલ કપડાં તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી તમામ સીકવન્સમાં હટકે ઇનોવેશન કરવામાં આવ્યું હતું. તમામ કોસ્ચ્યુમમાં ઇન્ડિયન ટચ આપવામાં આવ્યો હતો.


આ વખતના ફેશન શોમાં એક વધુ આકર્ષણ એ હતું કે રાજકોટની મુક બધીર શાળાના આઠ વિદ્યાર્થીઓ દ્વારા એક સિક્વન્સ રજૂ કરવામાં આવી હતી. તેના માટે તેઓને 15 દિવસ સુધી પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ ફેશન શો માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગના બોસ્કી, રાકેશ નથવાણી અને માર્કેટિંગ હેડ હેત્સી શાહ તેમજ મીનલ ચાવડા, ખુશી ધ્રુવી સમાણીએ જહેમત ઉઠાવી હતી.



સીઈઓ બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે દેશ દુનિયાના વિવિધ અને લેકમે ફેશન શોમાં ભાગ લઇ ચુકેલા સપ્તશિખા નાથ, તનુ પાયલ, જ્યોતિ જગદીશ, જાગૃતિ ચાફેકર, સૌમ્ય ભાદુરી, આશિત શાહી, મોહિની ચૌરસિયા, જીતેશ નિકમ સહિતના દિગ્ગજ મોડેલએ આ ફેશન શોને ચાર ચાંદ લગાવ્યા હતા. એન્જિનિયરિંગ રાઉન્ડમાં બેટરીથી ડ્રેસમાં બધુ મૂવ થતું હોય તેવા ડ્રેસ ખાસ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવ્યા હતા.


સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાઇટિંગ, મ્યુઝિક અને સ્ટેજ ડિઝાઇન દ્વારા રોયલ થીમને જીવંત બનાવવામાં આવી હતી. રોયલ વિવ્સ ફેશન શો માત્ર એક ફેશન શો નહીં પરંતુ સર્જનાત્મકતા, પરંપરા અને આધુનિકતાનું અનોખું સંગમ બની રહ્યો. આઈએફજેડી દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજકોટના ફેશન ક્ષેત્ર માટે એક ગૌરવપૂર્ણ અને યાદગાર પ્રસંગ સાબિત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application