BREAKING NEWS

આટકોટમાં નિર્ભયાકાંડઃ હવસ ન સંતોષાતા 7 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડ્યો, ક્રૂર હેવાનિયત આચરનાર ઝડપાયો

  • December 10, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આટકોટ પાસે નિર્ભયાકાંડ જેવા બનાવમાં પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઇ ટીમો બનાવી તપાસ હાથ ધરી બાળા પર હેવાનિયત આચરનાર નરાધમ એમ.પી.ના ખેતમજૂરને ઝડપી લીધો હતો. આ શખસની પુછતાછમાં માસુમ બાળા પર દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા હવસ ન સંતોષાતા ઉશ્કેરાઇ તેના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધાની આંચકાજનક કબૂલાત આપી હતી. બાળા સાથે અમાનવિય કૃત્ય આચરનાર નરાધમ ખુદ ૧૨ વર્ષની પુત્રી સહિત ત્રણ સંતાનનો પિતા છે.​​​​​​​

ખેતમજૂરી કરનાર પરિવારની દીકરી સાથે જઘન્ય કૃત્ય

આ જઘન્ય અપરાધની જાણવા મળતી વિગતો મુજબ, ગઈ તા.8ના આટકોટ પોલીસ મથકમાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળનો એક ગુનો દાખલ થયેલ જેમાં દાહોદ ગરબાળાના રહેવાસી ભાગીયા રાખનાર પરિવારની સાત વર્ષની દિકરી કાનપર ગામ આટકોટ જસદણ વિસ્તારમાં પોતાના મામાના ખેતરમાં રમતી હતી ત્યારે બપોરના બાર વાગ્યાની આજુબાજુ આ દિકરી અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે કોઇ અજાણ્યા માણસે દિકરી સાથે દુષ્કર્મ આચરેલ છે.


પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

જે ગુનાની ગંભીરતા પારખી રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં જિલ્લા પોલીસની દસ જેટલી ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળની આજુબાજુના આશરે ૧૪૦ જેટલા શકમંદ શખસોની પુછપરછ કરી આજુબાજુના વિસ્તારમાં ૧૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તેમજ ટેકનીકલ સોર્સ, ટાવર ડમ્પ, સી.ડી.આર. અને બાતમીદારોના નેટવર્કથી માહિતી મેળવી ગણતરીની કલાકોની અંદર આ ગુનો ડીટેકટ કરી આરોપી


આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા ગુનો કબલ્યો

રામસીંગ તેરસીંગ ફનેસીંગ ડડવેજર (ઉ.વ.૩૫, ધંધો.ખેત મજુરી, રહે કાનપર ગામની સીમમા જુના પીપળીયા જવાના કાચા માર્ગ પાસે પ્રકાશભાઇ વેકરીયાની વાડીએ, જસદણ, મુળ. રહે. હીરાપુર,અલીરાજપુર (મધ્યપ્રદેશ) ને પકડી પાડી કાર્યવાહી કરી હતી. આ ઘૃણાસ્પદ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને જે બાદ જણાવ્યું હતું કે, ૧૪૦ શકમંદોમાંથી ૧૦ શકમંદોને શોધી તે ૧૦ શકમંદોના ફોટા ભોગ બનનાર બાળકીનું કાઉન્સેલિંગ કરી તેમાંથી બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. જે બાદ આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા તેણે આ ગુનાની કબુલાત આપી હતી.


આરોપીના આ કૃત્ય બદલ તેની સામે ફિટકારની લાગણી વરસી

આરોપીએ નફ્ફટ કબુલાત આપતા જણાવ્યું હતું કે, તે ગઈ તા.૪ ના ૧૧ વાગ્યાની આસપાસ ભોગ બનનારના ખેતર પાસેથી નીકળતો હતો ત્યારે તેને દિકરીને જોઈ હતી જે બાદ તેની પાસે જઈ બાળકીને પાણીની ટાંકી પાછળ લઈ જઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નિષ્ફળ થતાં એક ફૂટના લોખંડના સળીયાથી બાળકીના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી હતી. બાળા સાથે હેવાનિયત આચરનાર આરોપી પરિણીત છે અને તેને એક ૧૨ વર્ષની પુત્રી અને બે પુત્ર છે. આરોપીના આ કૃત્ય બદલ તેની સામે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.


૧૦૦ થી વધુ કેમેરા ચેક કરી, ૧૪૦ શંકમદોની પુછતાછ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી

આટકોટ પાસે માસુમ બાળા સાથે હેવાનિયતભર્યું કૃત્ય આચરનાર નરાધમને ઝડપી લેવા માટે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને આટકોટ પોલીસ મથકના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ૧૦૦ થી વધુ કેમેરા ચેક કરી તથા ૧૪૦ શંકમદોની પુછતાછ કરી આરોપી સુધી પહોંચી હતી. આ કાગગીરીમાં એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા, એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, એસઓજી પીઆઈ એફ.એ.પારગી અને આટકોટ પોલિસ મથકના પીઆઇ આર.એસ.સાંકળીયા તથા સ્ટાફ સાથે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application