આઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો

  • May 02, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રૂવાપરી રોડ, રેલ્વે ફાટક નજીક   લોકલ ક્રાઇમ બ્રાન્ચે રોકડ રૂ.૨૬,૨૦૦નાં મુદ્દામાલ સાથે હાલમાં ચાલતી ઈંઙક ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદાઓ પાડી ચિઠ્ઠીઓમાં હિસાબ લખી જુગાર રમતા શખ્સને  ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, એક શખ્સ રૂવાપરી રોડ, રેલ્વે ફાટક પાસે આવેલ દુ:ખ ભંજન હનુમાનજીના મંદિર પાસે ગઇ કાલ રમાયેલ રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સની મેચમા થયેલ હારજીતના હીસાબના સોદાઓ લેવા તેમજ આજ રોજ રમાનારી ચેન્નઇ સુપરકિંગ્સ તથા કિંગ્સ ઇલેવન પંજાબની મેચના એડવાન્સ રૂપીયા લેવા ઉભેલ છે. જે બાતમી અંગે રેઇડ કરતા 
ક્રિકેટ મેચના હારજીતના સોદાઓ લખેલ ચિઠ્ઠીઓ સાથે  રાજેશ દેવશીભાઇ જાંબુચા (ઉ.વ.-૫૧ ધંધો:- મજુરી રહે. પ્લોટ નં.-૧૪૯, શ્રમજીવી સોસાયટી, ખેડુતવાસ, આનંદનગર પાસે, ભાાવનગર)ને હિસાબો લખેલ ચિઠ્ઠીઓ ત્તથા ગ્રાહકોના હિસાબો લખેલ ડાયરી, પેન  તેમજ કાપડની થેલી અને કિંમત રૂ. રૂ.૨૬,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, માનદિપસિંહ ગોહીલ, એઝાઝખાન પઠાણ, કેવલભાઇ સાંગા તેમજ જયદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application