BREAKING NEWS

રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત: પરિવારમાં કલ્પાંત

  • October 30, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, સરેરાશ બે થી વધુ લોકો સ્યુસાઇડ કરતા હોવાનું રોજ બરોજના આંકડા ઉપરથી જોવા મળી રહ્યું છે. આ વચ્ચે વધુ એક યુવકે આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે રહેતા યુવકે આર્થિકભીસથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા યુવકના પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ ઓમ નગર સર્કલ નજીક ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા મયુરભાઈ ભરતભાઈ મહેતા (ઉ.વ.32)નો યુવક ઘરે હતો ત્યારે રૂમમાં છતના હૂંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો જોવા જતા યુવક લટકતો હતો. તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવાંમાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવકને સંતાનમાં એક પુત્રી છે, અને યુવકે આર્થિક સંકડામણ ઘણા સમયથી અનુભવતા કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application