રાજકોટ તાજેતરમાં બનારસ- ઓખા એકસપ્રેસ ટ્રેનમાં કીંમતી બેગ ભૂલી -જઈને જામનગર સ્ટેશનને ઉતરી ગયેલા ઉતારુંને શોધીને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોએ તેમની અમાનત સુપ્રત કરીને સતર્કતા, તત્પરતા અને પ્રામાણિકતાનો પરિચય આપ્યો હતો.રાજકોટના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તારીખ ૦૪ મે ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૦૪:૫૦ વાગ્યે -જામનગર આરપીએફ પોસ્ટ પરથી માહિતી મળી હતી કે, ટ્રેન સંખ્યા
૨૨૯૭૦ ડાઉન બનારસ ઓખા એકસપ્રેસના કોચ /૩માં બર્થ નં. ૬૩ પરના મુસાફર તેમની બેગ ભુલી જઈને જામનગર સ્ટેશને ઊતરી ગયા છે અને ટ્રેન પણ જામનગરથી રવાના થઈ ગઈ છે. આ માહિતી મળતાની સાથે જ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર મોહનલાલ શર્મા અને કોન્સ્ટેબલ અરશીભાઈએ ખંભાળિયા સ્ટેશને પહોંચી ત્યારે મળેલી માહિતી મુજબ મુસાફરની કાળા રંગની લેપટોપ બેગ સુરક્ષિત હાલતમાં કબજે લીધા બાદ મુસાફરનો સંપર્ક કરીને તેને આરપીએફ પોસ્ટ, ખંભાળિયા ખાતેથી પોતાનો સામાન મેળવી લેવા જણાવ્યું હતું. આથી મુસાફર દિનેશ કુમાર (ઉ. ૨૮ વર્ષ રહે. બલિયા ઉત્તર પ્રદેશ)એ ખંભાળિયા પહોંચી જઈ ખાતરી આપી ડેલ કંપનીનું લેપટોપ, લેડીઝ પર્સ, રોકડ રકમ, એ-બડ્સ અને ટ્રિમર સાથેની કીમતી બેગ કુલ રૂ. ૫૭, ૩૬૦ના મુદ્દામાલ સાથે સુપરત કરી દેવામાં આવી હતી. મુસાફરે આરપીએફ (આરપીએફ) પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે રાજકોટ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંહે આરપીએફની ઉત્કૃષ્ટ કાર્યશૈલી બદલ સંતોષ વ્યક્ત કરી પ્રશંશા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application