પોરબંદર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરી દેવાયેલ શખ્શ ઝડપાયો
પોરબંદર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરી દેવાયેલ શખ્શ ઝડપાયો
May 01, 2025 02:30 PM
હનુમાનગઢ નજીક ગંડીયાવાળા નેશ જતા રસ્તે રહેતો શખ્શ બે વર્ષ માટે હદપાર થયો હોવા છતાં પોરબંદરના બસ ડેપો નજીકથી નીકળતા પોલીસે તેની ધરપકડ કરી છે. હનુમાનગઢના વાડીવિસ્તારમાં ગંડીયાવાળા નેશ જતા રસ્તે રહેતો સંજય બાબુ ગોરાણીયા કે જે જુદા જુદા ગુન્હાઓ અનુસંધાને સંડવાયો હોવાથી કુતિયાણા સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા સંજયને તા. ૨૦-૨-૨૫થી બે વર્ષ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરી દીધો હતો. આમ છતાં તે તા. ૩૦-૪ના સાંજે પોરબંદરના બસડેપો નજીક રીલાયન્સ ફૂવારા પાસેથી નીકળતા પોલીસે હદપારીના ભંગ બદલ સંજયની ધરપકડ કરી છે.