BREAKING NEWS

જેતપુરમાં લગ્નની લાલચ આપી નરાધમે એક વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું, પ્રેમસંબંધની ઘરે જાણ થઇ જતા યુવતીએ પિતાનું ઘર પણ છોડી દીધું'તું

  • December 31, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતીનું એક વર્ષ સુધી યૌન શોષણ કર્યા બાદ નરાધમે લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જેથી આ અંગે યુવતીએ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં રહેતી 25 વર્ષીય યુવતીએ જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુધીર મીઠુભાઇ ભટ્ટી (ઉવ 30 રહે. ફૂલવાડી, જેતપુર) નું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી. જેથી આરોપીને તેના ઘરે આવરો-જાવરો હોય બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. મારે તારી સાથે જ લગ્ન કરવા છે કહી એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.


ત્યારબાદ લગ્નની લાલચે અનેકવાર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઇ જતાં યુવતીએ આરોપી માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું. બાદમાં આ શખસ યુવતીને જેતપુરમાં જ એક રૂમ રાખી દીધો હતો. જયા યુવતી એકલી રહેતી હતી અને આરોપી અવાર નવાર ત્યાં ધસી જઈ યૌન શોષણ કરતો હતો. યુવતીએ લગ્ન કરવાનું કહેત આરોપીએ પોત પ્રકાશી લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. બાદમાં યુવતીએ આ અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા અંગે ગુનો નોંધી એએસઆઈ ભાવેશભાઈ ચાવડા સહીતની ટીમે આરોપી સુધીર મીઠુભાઈ ભટ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application