રાજુલા એસબીઆઈ શાખામાં ડિફોલ્ટ ગ્રાહકનું સેફ ડિપોઝીટ વોલ્ટ લોકર બ્રેક કરવા બાબતે રૂ.૨ લાખ રોકડ, ૩૦૦ ગ્રામ સોનું કાઢી જવાના વિશ્ર્વાસઘાતથ કરવા બાબતે કેસમાં અદાલતે ચીફ મેનેજર અને એકાઉન્ટન્ટનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ રાજુલાની બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખાના ચીફ મેનેજર રમેશભાઈ મગનભાઈ નિમાવત તથા આજ શાખામાં સિનિયર એકાઉન્ટન્ટ ગીરીશભાઈ લાભશંકર રાવળ ઉપર તેઓના ફરજદાળ દરમિયાન તેઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક અને રાજુલાના વેપારી ભરતકુમાર નટવરલાલ સંઘવીએ ચડતું ભાડું નહિં ભરવા સબબ તેમનું સેફ ડિપોઝીટ વોલ્ટ લોકર બ્રેક (તોડી નાખતા) કરવા બાબતે રાજુલા કોર્ટમાં ભારતીય દંડ સહિતનાની કલમ-૪૦૬, ૪૦૯, ૪૭૭(એ), ૧૨૦ (બી) તથા ૧૧૪ મુજબની ફરિયાદ નોંધાવેલી હતી. જે ફરિયાદ અનુસંધાને પોલીસ તપાસ થયેલ હતી.
સને ૨૦૦૯ની સાલની આ ફરિયાદમાં ફરિયાદીએ પોલીસ રૂબરૂ તથા કોર્ટ રૂબરૂ જે લોકર ચીફ મેનેજર રમેશભાઈ મગનભાઈ નિમાવત તથા આજ શાખામાં સિનિયર એકાઉન્ટન્ટ ગીરીશભાઈ લાભશંકર રાવળે સતાનો દુરઉપયોગ કરીને તોડી તેમાંથી રોકડ રકમ ા.૨ લાખ પુરા, ૩૦૦ ગ્રામ સોનાના દાગીના લઈ જઈને અંગત હેતુ માટે ઉપયોગ કર્યાનો આક્ષેપક કર્યો હતો.
આ કેસમાં આરોપી તરફ અમરેલીના સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી તથા રાજુલાના એડવોકેટ કિર્તી પરમારે કરેલી રજૂઆતો, દસ્તાવેજો પુરાવા તેમજ ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાને ઘ્યાને લઈને કોર્ટ દ્વારા આરોપી ચીફ મેનેજર રમેશભાઈ મગનભાઈ નિમાવત તથા આજ શાખામાં સિનિયર એકાઉન્ટન્ટ ગીરીશભાઈ લાભશંકર રાવળને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ રાજુલાના એડીશ્નલ ચીફ જયુડી.જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એચ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech