BREAKING NEWS

હિરાના કારખાનામાં મેનેજરનો લટકતી હાલતે મૃતદેહ મળી આવ્યો

  • November 14, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા શહેરમાં ગોપનાથ રોડ પર આવેલા હિરાના એક કારખાનામાં આજે સવારે કારીગરોએ કારખાનાનો દરવાજો ખોલતા કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા તળાજાનાજ યુવાનનો ફાંસો ખાધેલી હાલતે મૃતદેહ લટકતો જોવા મળતા કારીગરો  હબક ખાઈ ગયા હતા. અને સમગે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.બનાવની વાત વાયુવેગે ફેલાતા સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.   ઘટનાની જાણ થતા પોલીસ કાફલાએ દોડી જઈ મેનેજરના મૃતદેહને નીચે ઉતારી તેનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમ ધમાટ શરૂ કર્યો હતો.
જિલ્લાના તળાજા શહેરમાં એક ચકચાર મચાવતી ઘટના બનવા પામતા ્ ધટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા. તળાજા શહેરમાં સદવિચાર જનરલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં અને નરેશભાઈ ફુલસર વાળાના હિરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા બરકતભાઈ કાસમભાઈ પીરાણી (ઉ. વ. ૪૨, રહે. ગોપનાથ રોડ, કરીમાબાદ સોસાયટી, તળાજા)નો મૃતદેહ આજે સવારે કારખાનામાં ફાંસો ખાધેલી હાલતે લટકતો મળી આવતા કારખાનામાં કામ કરતા રત્નકલાકારોમાં ચકચાર અને ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બરકતભાઈના મૃતદેહનો કબ્જો લઈ તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડી  ક્યાં કારણો સર આપઘાત કર્યો, તે સહિતના મુદ્દે  તપાસ હાથ ધરી હતી.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application