માણાવદર નગરપાલિકા દ્રારા સ્વચ્છતા જાગૃતિના બોર્ડ નીચે જ કચરાના ઢગલા
માણાવદર નગરપાલિકા દ્રારા સ્વચ્છતા જાગૃતિના બોર્ડ નીચે જ કચરાના ઢગલા
May 23, 2026 10:05 AM
માણાવદર શહેરમાં સ્વચ્છતાના મોટા–મોટા બોર્ડ માત્ર કાગળ અને દીવાલો પર જ સીમિત રહી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. શહેરમાં ઠેર–ઠેર 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' અને 'માણાવદર લગાવશે સ્વચ્છતાના પંચ' જેવા આકર્ષક સૂત્રો લખેલા બોર્ડ તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. નવાઈની વાત તો એ છે કે નગરપાલિકા તત્રં દ્રારા યાં સ્વચ્છતાના આ બોર્ડ મારવામાં આવ્યા છે, તેની બરાબર નીચે જ કચરાના ઢગલા અને ગંદકીના ગજં જામ્યા છે. એક તરફ સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો અને કરોડો પિયાનો ધુમાડો માત્ર સ્વચ્છતા પાછળ કરવામાં આવી રહ્યો છે. લોકોમાં વધુમાં વધુ જાગૃતતા આવે તેવા હેતુથી નગરપાલિકા તત્રં દ્રારા પણ સૂત્રો લખવા અને દીવાલો રંગવા પાછળ લાખો પિયાનો આંધણ કરાયો છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં માણાવદર શહેરમાં જમીની સ્તર પર સ્વચ્છતાની કામગીરી સાવ શૂન્ય બરાબર જોવા મળી રહી છે. ઠેકઠેકાણે ઉભરાતી કચરાપેટીઓ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. માણાવદરના નાગરિક રાકેશ લાડાણીએ નગરપાલિકાની નબળી કામગીરી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકાએ ખાલી બોર્ડ મારી દીધા છે કે ભાઈ એવો બોર્ડ એટલે કે સ્વચ્છતા થઈ ગઈ! પટેલ ચોકમાં અહીંયા લોકો, પ્રસંગો કરવા આવે છે અને માણાવદરની કદર લઈ જાય છે. અને અહીં જે બાંકડા નાખ્યા હતા, એ બાંકડાએ ઉપડી ગયા છે, હવે ખબર નથી કોણ લઈ ગયું, જે કઈં હોય તે..