ગત રવિવારે કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટના ર૦ર૬-૨૭ વર્ષ માટે કારોબારી કમિટી રચના માટે ચૂંટણી યોજાઇ હતી, જેમાં ૧૬૦૦ થી વધુ જ્ઞાતિજનોએ મતાધિકારનો ઉપયોગ કરી કમિટીના મેમ્બરોની નિમણુંક કરી હતી.
ત્યારબાદ ગઇકાલે ભાનુશાળી સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવનિયુક્ત ર૧ સભ્યની ઉપસ્થિતિ રહી હતી, આ મીટીંગ લક્ષ્મીદાસ દામજીભાઇ હુરબડાના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.
તમામ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી, જેમાં સર્વે સભ્યોની સહમતી બાદ પ્રમુખ તરીકે ફરી એક વખત કોર્પોરેટર મનીષભાઇ પરસોતમભાઇ કટારીયા તેમજ ઉપપ્રમુખ વિનોદભાઇ નારણજીભાઇ મંગે, સુરેશભાઇ તુલસીદાસ ભદ્રાની વરણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના ટ્રસ્ટી વૈકુંઠભાઇ કટારીયા અને કાનજીભાઇ દામાની ઉપસ્થિતિ રહી હતી, વરણી થવા બદલ સર્વે સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ તેમજ ઠેર ઠેરથી શુભકામનાઓની વર્ષા થઇ રહી છે.