BREAKING NEWS

સુપેડી રેલવે સ્ટેશનમાં મનસુખ માંડવિયાએ ટ્રેનને લીલી ઝંડી આપી

  • August 19, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સુપેડી રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને, બે જોડી ટ્રેનોના નવા સ્ટોપેજને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સુપેડી સ્ટેશન પર ટ્રેનને લીલી ઝંડી બતાવી આ નવી સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
મુસાફરોની સતત માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે બે જોડી ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવાનું શરૂ કર્યું છે. 18 ઓગસ્ટ 2026 ના રોજ સુપેડી રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપીને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભાવનગર ડિવિઝનના રેલવેe મેનેજર દિનેશ વર્મા અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠી સહિત રેલવેના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે સુપેડી સ્ટેશન પર માનનીય મંત્રીશ્રીના પ્રયાસોથી ભાવનગર ડિવિઝનની બે ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે... જેનાથી અહીની જનતાને ઘણો ફાયદો થવાનો છે. અહીં રહેતા લોકો માટે પોરબંદર અને ભાવનગર તરફ જવા માટે એક નવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. અને ભાવનગર ડિવિઝન તરફથી ખાતરી આપવામાં આવે છે કે જનતાની આ પ્રકારની જે પણ માંગ હશે, તેને પૂર્ણ કરવાનો અમે પૂરો પ્રયાસ કરીશું.
સુપેડી સ્ટેશન પર જે બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, તેમાં ટ્રેન નંબર 59557/59560 પોરબંદર-ભાવનગર-પોરબંદર પેસેન્જર અને ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસનો સમાવેશ થાય છે. 18 ઓગસ્ટ 2026 થી આ નવો નિયમ લાગુ થતાં સુપેડી અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને રાજકોટ, પોરબંદર અને ભાવનગર સહિત વિવિધ સ્થળોએ જવા માટે બહેતર રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે.દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આજે ભારતમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે, શ્રેષ્ઠ સુવિધા છે, લોકોની કનેક્ટિવિટી બહેતર બની રહી છે. આજે મારા સંસદીય ક્ષેત્રમાં, સુપેડીમાં પોરબંદર-ભાવનગર ટ્રેનના સ્ટોપેજનો પ્રારંભ થયો છે. આ માત્ર એક સ્ટોપેજ નથી, આ મારા સુપેડી પંથકના લોકોની સુવિધામાં વધારો છે. આ તેમની કનેક્ટિવિટી બહેતર બનાવે છે, તેમના લોકજીવનને સરળ બનાવે છે. આ કનેક્ટિવિટી અહીના લોકોના જીવનમાં મોટા બદલાવ લાવવામાં પણ ઉપયોગી થશે. હું આદરણીય અશ્વિનીજી (રેલવે મંત્રી) નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે મારા વિસ્તારમાં સુપેડી જેવા એક ગ્રામીણ પરંતુ મહત્વપૂર્ણ વિસ્તારની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે આ સ્ટોપેજની સુવિધા ઉપલબ્ધ કરાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News