સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ગુજરાતભરની 11 સરકારી યુનિવર્સિટીઓમાં છેલ્લા બે દિવસથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ પર એડમિશન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ જુદી જુદી ફેકલ્ટીના કોલેજોના લિસ્ટમાં સ્નાતક કક્ષાના પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટે સૌરાષ્ટ્ર કચ્છની એક પણ લો કોલેજનું નામ જોવા મળતું નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લો કોલેજો બાબતે નવા નિયમો અને તેની કડક અમલવારીના કારણે 2024-25 ના શૈક્ષણિક વર્ષમાં રાજ્યની મોટાભાગની લો કોલેજોમાં પ્રથમ વર્ષમાં એડમિશન આપી શકાયા નથી અને આવી જ પરિસ્થિતિ સતત બીજા વર્ષે પણ થાય તેવું લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાધનોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છ જેવી જ પરિસ્થિતિ ગુજરાતભરની લો કોલેજોની છે. રીન્યુઅલ માટેની ફી મા વધારો અને અનેક નવા કડક નિયમોના કારણે દર વર્ષે કોલેજની માન્યતા રીન્યુ કરાવવી જોઈએ તે થઈ શકતી નથી. ગ્રાન્ટેડ લો કોલેજોની મંજૂરીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ખાનગી કોલેજોની પણ રિન્યુઅલ પરમિશન ન આવતા લો કોલેજોમાં પ્રથમ વર્ષમાં એડમિશન માટેના લિસ્ટમાં કાયદા વિદ્યા શાખાની કોલેજોની યાદી મૂકવામાં આવી નથી.
ગુજરાતમાં 200થી વધુ ખાનગી સરકારી સહિતની લો કોલેજ છે. રાજ્યની 30 જેટલી યુનિવર્સિટીઓમાં લો ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. ખાનગી યુનિવર્સિટીઓ પણ રેગ્યુલર અને ઇન્ટીગ્રેટેડ લો ના અભ્યાસક્રમ ચલાવે છે. સામાન્ય રીતે દર વર્ષે જૂન મહિનામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થતી હોય છે. ગત વર્ષથી આ બધા એડમિશન જીકાસ મારફત થઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાન્ટેડ લો કોલેજોનો વિવાદ હજુ પૂરો થયો નથી ત્યાં આ વર્ષે ઘણી ખાનગી યુનિવર્સિટીઓ અને લો કોલેજોમાં ચાલુ વર્ષના પ્રવેશની મંજૂરી મળી નથી. ધોરણ 12 પછીના ઇન્ટીગ્રેટેડ પાંચ વર્ષના એલએલબીના કોર્સમાં પ્રવેશ માટેની કોલેજો અને યુનિવર્સિટીઓને મંજૂરી મળી ન હોવાથી આ સમગ્ર બાબત અત્યારે તો હાસીયામા ધકેલાઈ ગઈ છે. આ બાબતે ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન સુધી મામલો લઈ જવાયો હતો. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech