રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે માર્ચ એન્ડિંગની રજાઓમાં કાપ મૂકીને છના બદલે ફ્ક્ત ત્રણ જ દિવસ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં માવઠાને કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તદ્ઉપરાંત તેના લીધે વેપાર ધંધા પણ ડિસ્ટર્બ થયા હોય આ વર્ષે માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજની રજાઓ એક સપ્તાહના બદલે તા.૨૯, ૩૦ અને ૩૧ માર્ચ તેમ ત્રણ દિવસ જ રાખવા માટે નિર્ણય કરાયો છે જેની ટૂંક સમયમાં પરિપત્ર પ્રસિધ્ધ કરીને વેપારીઓને જાણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ મોટા ભાગની જાહેર રજાઓ રદ કરી છે અને મહત્તમ દિવસો યાર્ડમાં વેપાર ધંધા ચાલુ રહે તેવો અભિગમ અપનાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application