BREAKING NEWS

જસદણના ભડલીમાં ખેતીની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, રાજકોટ ગ્રામ્ય SOGએ 74 કિલો લીલા ગાંજાના છોડ સાથે વાડી માલિકની ધરપકડ કરી

  • March 15, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં નશાખોરી વિરુદ્ધ ચાલી રહેલી કડક કાર્યવાહીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) પોલીસે જસદણ તાલુકાના ભડલી ગામેથી મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે ખેતરમાં તપાસ હાથ ધરી અંદાજે 74 કિલો ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે.


ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ભડલી ગામના ડુંગર વાળી વાડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અહીં ખેતીની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 74 કિલો લીલો ગાંજો અંદાજે રૂ.37,10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ વાડી માલિક રમેશ રતાભાઈ જાદવને ઘટનાસ્થળેથી જ દબોચી લેવામાં આવ્યો છે.


કાર્યવાહી અને કાયદાકીય તપાસ

પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી હતું અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application