દિવાળીના વેકેશનમાં સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર: મહાદેવના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી
દિવાળીના વેકેશનમાં સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર: મહાદેવના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી
November 12, 2026 09:55 PM
ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભાઈબીજનું પર્વ પૂર્ણ થયા બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓનો ભારે ધસારો સતત યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી અને દેશના ખૂણેખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.
યાત્રાળુઓની ભારે ભીડને કારણે મંદિર પરિસર અને દર્શન માર્ગ પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. બીજી તરફ, ભક્તોના 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ' ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર અને આસપાસનું વાતાવરણ ગુંજી ઊઠ્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની વધતી અવરજવરથી સમગ્ર યાત્રાધામમાં અત્યંત ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો છે.