BREAKING NEWS

વિયેતનામના હનોઈમાં દુકાનમાં ભયાનક વિસ્ફોટ: 6 લોકોના મોત, 10 ઘાયલ

  • November 24, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિયેતનામની રાજધાની હનોઈમાં આવેલી એક દુકાનમાં થયેલા ભીષણ ધડાકામાં ઓછામાં ઓછા 6 લોકોના જીવ ગયા હોવાનું અને અન્ય 10 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના હનોઈના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં બની હતી.


દુકાનમાં થયેલો વિસ્ફોટ સમાચાર એજન્સી રોયટર્સને માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ સવારે 8 વાગ્યે ડોંગ દા સ્ટ્રીટ ખાતે આવેલી ખાણી-પીણીની એક દુકાનમાં થયો હતો. ધડાકાને કારણે સંબંધિત ઈમારતને મોટું નુકસાન પહોંચ્યું છે અને આસપાસના મકાનોના કાચ પણ તૂટી ગયા હતા.


​​​​​​​ગેસ લીકેજ અથવા કુકિંગ ગેસની શક્યતા જાહેર સુરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટ રસોઈ ગેસ (કુકિંગ ગેસ) સંબંધિત હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી હાલ ચાલી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application