BREAKING NEWS

મોરબી રોડ પર પ્લાયવૂડના કારખાનામાં ભીષણ આગ, ચાર ફાયર ફાઇટરો દોડાવાયા, ધૂમડા દૂર દૂર સુધી દેખાયા

  • December 10, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-મોરબી રોડ પર આવેલા હડાળાના પટીયા પાસે પ્લાયવુડના કારખાનામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે ફાયરના સ્ટાફે તાકીદે અહીં પહોંચી આગ બૂઝાવવાની કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં મોટાપાયે નુકસાન થયું હતું. જોકે સદભાગ્યે જાનહાનિ થવા પામી નથી.


છ કલાકના અંતે પણ આગ કાબુમાં આવી ન હતી

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ-મોરબી રોડ પર આવેલ હડાળાના પટીયા પાસે આવેલ શિવ પ્લાયવુડ નામના કારખાનામાં આજે વ્હેલી સવારે ચાર વાગ્યાના સુમારે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. આગની ઘટનાને લઇ તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. આગની આ ઘટનાને લઈ મોરબી રોડ, બેડીપરા, રામાપીર ચોકડી, રેલનગર સહિતના સ્ટેશન પરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ આગ બેકાબુ થતાં છ કલાકના અંતે પણ આગ કાબુમાં આવી ન હતી.


આગ જ્યાં લાગી છે તે પ્લાયવુડનું કારખાનું

વધુમાં ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે, આગ જ્યાં લાગી છે તે પ્લાયવુડનું કારખાનું છે. જ્યાં લાકડા અને ભાંગરમાં આગ લાગી હોવાથી આગ કાબુમાં આવવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ કારખાનામાં ન હોવાથી જાનહાની ટળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application