BREAKING NEWS

સૌરાષ્ટ્ર્રમાં મેઘરાજાનું જોર નરમ, ૪૭ તાલુકામાં ઝાપટાંથી દોઢ ઈંચ વરસાદ

  • July 08, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના કોડીનાર અને ભાવનગરના મહત્પવામાં દોઢ ઈંચ; સતત વાદળિયાં વાતાવરણ વચ્ચે જામનગર, દ્રારકા, પોરબંદર અને કચ્છ કોરા રહ્ય


બંગાળની ખાડીમાં સક્રિય લો–પ્રેશર સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્ર્રમાં વરસાદનું જોર થોડું મદં પડું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન રાયના કુલ ૨૭૭ તાલુકામાંથી ૧૯૫ તાલુકામાં ઝાપટાથી માંડીને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, યારે સૌરાષ્ટ્ર્રના ૮૦ તાલુકામાંથી માત્ર ૪૭ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. વરસાદનું પ્રમાણ પણ મોટાભાગે ઝાપટાથી માંડીને વધુમાં વધુ દોઢ ઈંચ સુધી મર્યાદિત રહ્યું હતું.
સૌરાષ્ટ્ર્રમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મેઘરાજાએ હાજરી નોંધાવી હતી, યારે જામનગર, દેવભૂમિ દ્રારકા, પોરબંદર અને સમગ્ર કચ્છ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડો નહોતો. આજે સવારે પણ રાયના ૫૮ તાલુકામાં વરસાદ ચાલુ હતો, પરંતુ સૌરાષ્ટ્ર્રમાં માત્ર ભાવનગર જિલ્લાના ઘોઘા અને જેસર વિસ્તારમાં જ હળવા ઝાપટાં નોંધાયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુત્રાપાડા, ગીર ગઢડા અને ઉનામાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો, યારે વેરાવળ, પાટણ અને તાલાલા વિસ્તારમાં ઝાપટાં પડાં હતાં.
ભાવનગર જિલ્લામાં મહત્પવામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગારીયાધાર, પાલીતાણા અને જેસરમાં એક ઈંચ જેટલો વરસાદ પડો હતો, યારે શિહોર, તળાજા, ઉમરાળા, ભાવનગર શહેર અને વલભીપુર વિસ્તારમાં અડધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં જાફરાબાદ અને રાજુલામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ખાંભા, સાવરકુંડલા, લીલીયા, અમરેલી શહેર, બાબરા, બગસરા અને ધારી વિસ્તારમાં ઝાપટાથી અડધો ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લાના રાણપુર, બરવાળા અને ગઢડા વિસ્તારમાં પણ ઝાપટાથી પોણો ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેર, ધોરાજી, કોટડા સાંગાણી અને જેતપુરમાં ઝાપટાં પડાં હતાં, યારે જામકંડોરણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડો હતો. ઉપરાંત વંથલી, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, માંગરોળ અને વિસાવદર વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતાં.
સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, લખતર, મુળી અને ચુડા વિસ્તારમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડાં હતાં, યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ જામનગર, દેવભૂમિ દ્રારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં દિવસભર વાદળછાયું વાતાવરણ છતાં નોંધપાત્ર વરસાદ પડો નહોતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application