છેલા થોડા દિવસોથી મહત્તમ તાપમાનમાં દરરોજ સામાન્ય વધારો થાય છે પરંતુ આમ છતાં સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી નીચે છે. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી પહોંચી ગયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો ચાલુ રહેશે પરંતુ શનિવારથી ગરમીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે અને મહત્તમ તાપમાન ત્રણ થી ચાર ડિગ્રી જેટલું વધી જશે. અત્યારે રાજકોટ ઉપરાંત નલિયા ભુજ અમરેલી માં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ છે.
મંગળવારે અમરેલીમાં 37.8 ભાવનગરમાં 36 ભુજમાં 37.2 દ્વારકામા 31.6 જામનગરમાં 34.8 કંડલામાં 36.2 નલિયામાં 37 ઓખામાં 31 પોરબંદરમાં 36.6 સુરતમાં 36.8 વેરાવળમાં 35.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પણ ભેજનું પ્રમાણ વધુ રહ્યું છે. દમણમાં 83 દ્વારકામાં 76 પોરબંદરમાં 73 સુરતમાં 69 નલિયા અને ઓખામાં 56 રાજકોટમાં 78% ભેજ આજે સવારે નોંધાયો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો અને અકળામણ વધી ગઈ છે. હવામાન ખાતાએ દરિયાકાંઠાના વિસ્તારો માટેનું યલો એલર્ટ યથાવત રાખ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMજામનગર : વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન ૩૬.૫ ડીગ્રી : વાદળો છવાયા
June 17, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech