રાજકોટના ભુપગઢમાં રહેતા અને મજૂરી કામ કરતા રવજીભાઈ નારણભાઇ રાઠોડ (ઉ.વ.50) નામના આધેડ રાત્રે ઘર પાસે હતા ત્યારે કૌટુંબિક ભાણેજ અલ્પેશ કરશનભાઇ બથવાર, કૌટુંબિક ભત્રીજા અલ્પેશ મનજીભાઇ રાઠોડ, અરુણ જેન્તીભાઇ રાઠોડએ ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો મારમારતા ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી રવજીભાઈની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના નવેક વાગ્યે હું મારા ઘર પાસે હતો ત્યારે કૌટુંબિક ભાણેજ અલ્પેશ બથવાર અને કૌટુંબિક ભત્રીજા અલ્પેશ મનજીભાઇ રાઠોડ, અરુણ જયંતીભાઈ રાઠોડ ત્રણેય મારા સગા ભત્રીજા રાકેશ અને રોહિત સાથે બોલાચાલી કરી ઝગડો કરતા હોવાથી આ લોકો ઝગડો ન કરે તે સારું હું છોડાવવા વચ્ચે પડતા ત્રણેય મને ગાળો આપવા લાગ્યા હતા અને અલ્પેશના હાથમાં ધોકો હોય જે પગે-માથામાં માર્યો હતો અને અલ્પેશ અને અરુણએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો થતા ત્રણેય ભાગી ગયા હતા અને મને પરિવારજનોએ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech