જામકંડોરણામાં રહેતી સગીરાને ગામમાં જ રહેતા શખસે પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાના પિતાએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઈ વિશેષ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણામાં રહેતા આધેડ દ્રારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જામકંડોરણામાં જ રહેતા સમીર રમેશભાઈ મઢવીનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
છ માસ પૂર્વે બંનેનો પરિચય થયો હતો
સગીરાના પિતાની ફરિયાદને ટાંકી પોલીસે જણાવેલી વિગતો મુજબ, ભોગબનનાર અને આરોપી બંને જામકંડોરણામાં જ રહેતા હોય દરમિયાન છ માસ પૂર્વે બંનેનો પરિચય થયો હતો. ત્યારબાદ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તે સગીરાને ભગાડી ગયો હતો. દીકરી ઘરેથી લાપતા બનતા પરિવારે પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ સગીરાની પૂછપરછ કરતા આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આરોપી સમીર મઢવી વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.