શહેરના યાજ્ઞિક રોડ પર પારેખ કોમ્પલેક્ષમાં આવેલા ફલિપકાર્ટના વેરહાઉસમાંથી રૂપિયા ૩.૫૯ લાખની કિંમતના ૧૪ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી વેરહાઉસમાં જ નોકરી કરતા ચાર કર્મચારીઓને ઝડપી લઇ તમામ મોબાઇલ ફોન કબજે લીધા હતા.
ચોરીના બનાવની જાણવા મળતી ચંદ્રેશનગર મેઇન રોડ પર રાજનગરમાં રહેતા મહેશભાઈ મોહનલાલ રાઠોડ(ઉ.વ ૬૩) દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ ખાતામાંથી પીઆઇ તરીકે નિવૃત્ત થયા બાદ હાલ ફલિપકાર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એરફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. કંપનીના વેરહાઉસમાં બનતી લીગલ મેટરમાં કંપની વતી તેમને કામગીરી કરવાની હોય છે. ફલિપકાર્ટ કંપનીનું વેરહાઉસ યાજ્ઞિક રોડ પર પારેખ એપાર્ટમેન્ટ પી.પી. ફલવાળાની સામે આવેલું છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૬૯ળ૨૦૨૪ થી તારીખ ૧૦૧૧૨૦૨૪ દરમિયાન કંપની દ્રારા બીગ બીલીયન ડે મહાસેલનું આયોજન હોય ત્યારે કંપનીમાં આવેલ દરેક પાર્સલ બાબતે કંપનીની અલગ–અલગ ટીમ દ્રારા કંપનીમાં થયેલ લોસ બાબતે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલ ૧૪ અલગ–અલગ કંપનીના મોબાઈલ ફોન ચોરી થયા હોવાનું માલુમ પડું હતું. જેમાં આઇફોન સહિતના ફોન હોય આ ૧૪ ફોનની કિંમત પિયા ૩,૫૯,૪૨૬ થતી હોય જે ચોરી થયા અંગે કંપનીના અધિકારી સાથે વાતચીત કર્યા બાદ નિવૃત્તિ પીઆઇએ ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં પીએસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમે તપાસ શ કરી હતી. દરમિયાન ચોરી પ્રકરણમાં પોલીસમેન મહેન્દ્રભાઈ વાળા અને મયુરસિંહની બાતમી પરથી આ ચોરીમાં વેરહાઉસમાં જ નોકરી કરનાર ચાર કર્મચારીઓને ઝડપી લીધા હતા. જેમના નામ રવિ વાલાભાઈ ચાવડા (ઉ.વ ૨૧ રહે. ચુનારાવાડ ચોક કનકનગર), અજય રમેશભાઈ જેસાણી (ઉ.વ ૨૭ રહે. મયુરનગર મેઇન રોડ–૨ ભાવનગર રોડ), યોગેશ શોભાભાઈ દાણીધારીયા (ઉ.વ ૨૬ રહે. ખોડલધામ રેસીડેન્સી શેરી નંબર ૩, કોઠારીયા રોડ) અને રોહિત રાજુભાઈ વરસોડા (ઉ.વ ૨૧ રહે. કિડવાઈ નગર)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની ધરપકડ કરી તમામ મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એએસઆઇ દિનેશભાઈ ખાંભલા, હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઈ વગાડીયા, કોન્સ્ટેબલ તોફિકભાઈ મંઘરા, ચાંપરાજભાઈ ખવડ, રિયાઝભાઈ સુમરા, રવિભાઈ ચાવડા, મયુરસિંહ, વનરાજભાઈ, પ્રશાંતભાઈ ધર્મેશભાઈ સહિતનો સાથે રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech