મુંબઈમાં સમય કરતાં પહેલા પહોંચેલા ચોમાસાએ છેલ્લા ૧૦૭ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા ૬૯ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે ચોમાસું આટલું વહેલું મુંબઈ પહોંચ્યું હોય. આ પહેલાં ૧૯૫૬માં આવું બન્યું હતું. મુંબઈમાં મે મહિનામાં રેકોર્ડ ૨૯૫ મિલીમીટર વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદથી મુંબઈ બેહાલ થઈ ગયું છે. સમય કરતાં ૧૬ દિવસ વહેલું અહીં ચોમાસું પહોંચી ગયું, જેના કારણે અહીં રેકોર્ડતોડ વરસાદ થયો. મે મહિનામાં થયેલા આ ધોધમાર વરસાદે છેલ્લા ૧૦૭ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં ૧૯૧૮માં આવો વરસાદ થયો હતો.
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૨૬ મેના રોજ મુંબઈમાં દસ્તક આપી. છેલ્લા ૬૯ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે ચોમાસું આટલું વહેલું મુંબઈ પહોંચ્યું હોય. આ પહેલાં ૧૯૫૬માં આવું બન્યું હતું. તે સમયે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૨૯ મેના રોજ મુંબઈ પહોંચ્યું હતું.
૧૯૬૨ અને ૧૯૭૧માં પણ ચોમાસું આ જ તારીખે મુંબઈ પહોંચ્યું હતું. મુંબઈમાં ચોમાસાના પહોંચવાનો સમય ૧૧ જૂનની આસપાસનો છે. પરંતુ આ વખતે સમય કરતાં ૧૬ દિવસ વહેલું તેનું આગમન થયું. મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં મે મહિનામાં રેકોર્ડ ૨૯૫ મિલીમીટર વરસાદ નોંધાયો છે. વર્ષ ૧૯૧૮માં આ જ મહિને (મે)માં ૨૭૯.૪ મિલીમીટર વરસાદ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech