BREAKING NEWS

૧૯મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થશે: દેશમાં હજુ ૧૫ ટકા વરસાદની ખાધ

  • September 15, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ–પશ્ચિમ ચોમાસુ હવે વિદાયની તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (આઈએમડી) દ્રારા ગઈકાલે જારી કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ, ૧૯ સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વાપસી માટેની પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. જોકે, ચોમાસુ પાછા ખેંચાવાની સામાન્ય તારીખ ૧૭ સપ્ટેમ્બર હોય છે. આ વખતે ચોમાસુ ટ્રફના સક્રિય રહેવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષોભ) ના પ્રભાવને કારણે ઉત્તર–પશ્ચિમ અને મધ્ય ભારતમાં મોનસૂનની સક્રિયતા વધી ગઈ છે. ચોમાસુ જતા–જતા ફરીથી સારો વરસાદ વરસાવશે, જેનાથી પાકોને રાહત મળશે.
ચાલુ ચોમાસાની સીઝનમાં દેશભરમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, સીઝનની સામાન્ય સરેરાશ વરસાદ ૭૯૦.૧ મિમી છે, યારે અત્યાર સુધી કુલ ૬૭૩.૬ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે દેશમાં વરસાદની કુલ ૧૫ ટકા જેટલી ખાધ જોવા મળી રહી છે. ઓછા વરસાદથી પ્રભાવિત રાયોની સંખ્યા ૧૬ છે અને ૩૪૧ જિલ્લાઓ તેનાથી પ્રભાવિત થયા છે. રાહતની વાત એ છે કે દેશના ૧૭૮ જળાશયોમાં પાણીનો જથ્થો હજુ ૭૦.૨૯ ટકા જેટલો સારો બચેલો છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, દક્ષિણ–પૂર્વ રાજસ્થાન અને તેને સ્પર્શતા ઉત્તર ગુજરાત ઉપર લો–પ્રેશર સક્રિય છે, જેના પ્રભાવથી ૧૫ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને ૧૫ થી ૨૦ સપ્ટેમ્બર સુધી પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે સારા વરસાદની શકયતા છે. આગામી દિવસોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો દોર જળવાઈ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application