BREAKING NEWS

ભારતમાં નવો ટ્રેન્ડ: વેકેશનની રાહ જોયા વગર લોકો મન થાય ત્યારે ફરવા નીકળે છે

  • September 15, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના સમયમાં ભારતીયોમાં ફરવા જવાનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે મુસાફરી કરવા માટે કોઈ ખાસ તહેવાર કે લાંબા વેકેશનની રાહ જોવામાં આવતી નથી. મન ખરાબ હોય, કામનું અઠવાડિયું મુશ્કેલ રહ્યું હોય કે કોઈ નાની સફળતા મળી હોય, લોકો તુરતં જ ટ્રીપ પ્લાન કરી લે છે. ટ્રાવેલ હવે ખાસ મોકોથી નીકળીને રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બનતું જઈ રહ્યું છે.યુગોવના સમર ટ્રાવેલ રિસર્ચ ૨૦૨૬ મુજબ, ૫૮ ટકા ભારતીય પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ માત્ર એટલા માટે ફરવા ગયા કારણ કે તેમનું મન હતું. યારે ૫૭ ટકા લોકોએ એવી બે–ત્રણા યાત્રાઓ કરી જેની પાછળ કોઈ મોટો હેતુ કે વિશેષ ઉપલબ્ધિ નહોતી. ફિટનેસ લય પ્રા કરવું હોય કે કોઈ નાની ઉપલબ્ધિની ઉજવણી કરવી હોય, લોકો જાતે જ ટ્રીપ બુક કરી રહ્યા છે. ૩૨ ટકા લોકોએ ટ્રીપને થેરાપી કરતા પણ સસ્તી ગણાવી છે.
આ રિપોર્ટમાં એવા કારણો પણ સામે આવ્યા છે જે જાણીને તમને નવાઈ લાગશે. લગભગ ૫૦ ટકા લોકોએ લ કે સગા–સંબંધીઓના સામાજિક કાર્યક્રમોથી બચવા માટે ટ્રીપ પસદં કરી હતી. ૪૬ ટકા લોકોએ ઘરમાં ડિ્રલિંગ, મરમ્મત કે પડોશના શોર–બકોરથી રાહત મેળવવા માટે મુસાફરી કરી હતી. આ ઉપરાંત, ૩૫ ટકા લોકો પાર્ટનર સાથે ઝઘડા કે બ્રેકઅપ પછી ફરવા નીકળી ગયા હતા. ૩૦ ટકા લોકોએ મેડ, નૈની કે ડ્રાઇવરના ન આવવા પર અને ૨૮ ટકા લોકોએ સાસરીવાળાના લાંબા પ્રવાસથી બચવાને ફરવાનું કારણ જણાવ્યું છે.હવે મુસાફરી માટે ઓફિસનું કામ કે મીટિંગ્સ પણ બાધા બનતી નથી. ૪૮ ટકા લોકોએ જરી વર્ક મીટિંગ અથવા કોન્ફરન્સ કોલ દરમિયાન જ પોતાની રજા બુક કરી લીધી હતી. ૫૧ ટકા લોકોનું માનવું છે કે તેઓ અથવા તેમનો પરિવાર બ્રેકના હકદાર હતા. આશ્ચર્યજનક રીતે, ૨૨ ટકા લોકોએ પોતાના યોતિષીના સૂચવ્યા મુજબ શુભ સમયને પ્રવાસનું કારણણ ગણાવ્યું, યારે દસ ટકા લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે તેમના પાલતુ પ્રાણીને પણ બ્રેક જોઈતો હતો તેથી તેઓ ફરવા માટે નીકળી ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application